Home /News /national-international /આ ધર્મમાં થતા હતા ભાઈ-બહેનના લગ્ન, કોર્ટે કહ્યું - ‘આ કોઈ ધાર્મિક પ્રથા નથી, તેને બંધ કરો’

આ ધર્મમાં થતા હતા ભાઈ-બહેનના લગ્ન, કોર્ટે કહ્યું - ‘આ કોઈ ધાર્મિક પ્રથા નથી, તેને બંધ કરો’

ખ્રિસ્તી ધર્મને લઈને મહત્વનો ચૂકાદો

Kottayam Court: કેરળની એક કોર્ટે ખ્રિસ્તી ધર્મને લઈને મહત્વનો ચૂકાદો આપ્યો છે. સાંથા જોસેફે સંસ્થાના માધ્યામથી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોતાનો ચૂકાદો આપતા કહ્યું કે, આ પ્રથા ધાર્મિક નથી. જેથી તેને બંધ કરવામાં આવે. તેના પતિને સમાજમાંથી બહાર કરવામાં આવ્યો છે. કારણ કે, તે ખ્રિસ્તી તો હતી, પરંતુ કન્યા સમુદાયમાંથી નહોતી.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: કેરળમાં કોટ્ટાયમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. કેરળમાં ખ્રિસ્તી સમુદાયની પરંપરા પર ત્યાની કોટ્ટાયમ કોર્ટે ચૂકાદો આપી રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ખ્રિસ્તી સમુદાયમાં ભાઈ બહેનના એકબીજા સાથે લગ્ન કરાવવાની એક પરંપરા છે. ત્યારે આ મામલે કોર્ટે કહ્યું છે કે, આ કોઈ ધાર્મિક મામલો નથી. જેથી આ પરંપરા બંધ કરવા માટે કોર્ટે હુકમ કાર્યો છે. આ પ્રથામાં સગા ભાઈ બહેનના લગ્નની વાત છે, તેમાં ક્રોસ કઝિન લગ્ન જેમ કે, કાકા, મામા કે ફુઓના સંબંધ વાળા ભાઈ બહેનની વાત કરવામાં નથી આવી.

    કિનાઈ સમુદાય પછી કન્યા સમુદાય બન્યો


    કન્યા કેથોલીક સમુદાય પોતાને તે 72 યહુદી ખ્રિસ્તી પરિવાર માને છે. જે ઇ.સ 345માં થોમસ ઓફ કિનાઈ વ્યાપારીઓ સાથે મેસોપોટામિયાથી આવેલા હતા. ઉલ્લેખનીય છે કે, એક સમયે હિંદી સમાચારમાં છપાયેલા સમાચાર પ્રમાણે કિનાઈ સમુદાય પછી કન્યા સમુદાય બની ગયો. આ સમુદાયના લોકો કેરળના કોટ્ટાયમ અને તેની આસપાસની વિસ્તારમાં રહે છે. આ સમુદાયમાં અત્યારે લગભગ 1.67 લાખ જેટલા લોકો સાથે 218 પાદરી અને નન વસવાટ કરે છે.

    આ પણ વાંચો: આ શું આચારસંહિતા વચ્ચે પૈસાની હેરાફેરી? સુરતમાં કરોડોના મુદ્દામાલ સાથે બે લોકો ઝડપાયા

    આ સમુદાય પોતાને વંશીય શુદ્ધ માને છે


    ઉલ્લખનીય છે કે, ભાઈ બહેનના લગ્નનું કારણો ચોકાવનારાા છે. કારણ કે, કેરળમાં વસવાટ કરવા વાળો આ સમુદાય પોતાને વંશીય રીતે ખુબ જ શુદ્ધ માને છે. આને તેમની આ ભાવના હવે પ્રથા બની ગઈ છે. તેઓ પોતાની શુદ્ધતા જાળવી રાખવા માટે સગા ભાઈ બહેનના એક બીજા સાથે લગ્ન કરવામાં આવે છે. આ સાથે સાથે આ સમુદાયના લોકો પોતાની વંશીય શુદ્ધતા જાળવવા માટે સમાજની બહાર લગ્ન કરતા નથી. અને જો કોઈ વ્યક્તિ સમાજની બહાર લગ્ન કરે છે, તો તેને સમાજમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, તેના ચર્ચ અને કબ્રસ્તાનમાં જવા પર પણ પ્રતિબંધ છે. જે વ્યક્તિ સમાજની બહાર લગ્ન કરે છે તે આ સમાજના અન્ય લગ્નો અને કાર્યક્રમોમાં, તેના સંબંધીઓના લગ્નમાં પણ હાજરી આપી શકતી નથી.

    સંસ્થાની મદદથી કોર્ટમાં અરજી કરી


    આવી પ્રથાના કારણે પતિને સમુદાયમાંથી બહાર કરવામા આવ્યો હતો. જેથી મહિલા સાંથા જોસેફે કોર્ટમાં સંસ્થાના માધ્યમથી અરજી કરી હતી. જે બાદ આ પરંપરાનો ભોગ બનેલા લોકોએ કન્યા કેથોલીસ નવીકરણ સમિતિ બનાવી હતી. અને તે સંસ્થાની મદદથી કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના હુકમથી તેમને રાહત મળી છે. કોર્ટે પોતાની સુનાવણીમાં ભાઈ બહેનના પરસ્પર લગ્ન પ્રથાને બંધ કરવા માટે હુકમ કરી તેના પર રોક લગાવી દીધી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Christian, Court case, કેરલ, લગ્ન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन