Shaligram Garg: ધરપકડના થોડા કલાકોમાં જ બાગેશ્વર ધામ સરકારના ભાઈને જામીન મળી ગયા
બાગેશ્વર ધામ સરકારનો નાનો ભાઈ નશાની હાલતમાં કાર્યક્રમમાં પહોંચ્યો હતો.
Dhirendra Shastri Brother Shaligram Garg: ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ શાલિગ્રામ ગર્ગ નશાની હાલતમાં લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો અને રાત્રે લગભગ 12 વાગે હંગામો મચાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં વગાડવામાં આવતા ગીતને લઈને વિવાદ થયો હતો.
છત્તરપુરઃ બાગેશ્વર ધામ સરકારના ભાઈ શાલિગ્રામ ગર્ગની ગુરુવારે છતરપુર પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ છતરપુર પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી કોર્ટે બાગેશ્વર ધામ સરકારના ભાઈના જામીન મંજૂર કર્યા હતા.
મળતી માહિતી મુજબ પોલીસે કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ગુરુવારે બમિઠા પોલીસે છત્તરપુર જિલ્લામાંથી જ શાલિગ્રામ ગર્ગની ધરપકડ કરી હતી. શાલિગ્રામ ગર્ગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં શાલીગ્રામ દલિત પરિવારના ઘરમાં ઝઘડો કરતી વખતે હંગામો મચાવી રહ્યો હતો.
ખરેખરમાં દલિત પરિવારમાં દીકરીના લગ્ન હતા. આ દરમિયાન બાગેશ્વર ધામ સરકારનો નાનો ભાઈ નશાની હાલતમાં કાર્યક્રમમાં પહોંચ્યો હતો અને હંગામો મચાવવા લાગ્યો હતો. આ દરમિયાન શાલિગ્રામ ગર્ગે પરિવારના સભ્યો સાથે મારપીટ પણ કરી હતી. શાલિગ્રામના હાથમાં પિસ્તોલ હતી જેનાથી તે વારંવાર હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે બાગેશ્વરભાઈની ધરપકડ કરવા માટે તપાસ ટીમ બનાવી હતી. ત્યાં જ બાગેશ્વર સરકારે ભાઇના વિવાદને લઈને પોતાને અલગ કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે કાયદો પોતાનું કામ કરશે. તે જેવું કરશે તેવું ભરશે.
શું છે આખો મામલો?
જણાવી દઈએ કે બાગેશ્વર ધામ સરકારના ગડા ગામમાં 11 ફેબ્રુઆરીએ અહિરવાર સમાજના પરિવારમાં લગ્ન હતા. આ પરિવારે પહેલા બાગેશ્વર ધામના સમૂહ લગ્ન સંમેલન માટે કહ્યું હતું પરંતુ બાદમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો નાનો ભાઈ શાલિગ્રામ ગર્ગ નશાની હાલતમાં લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો અને રાત્રે લગભગ 12 વાગે હંગામો મચાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં વગાડવામાં આવતા ગીતને લઈને વિવાદ થયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર