ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને....

News18 Gujarati
Updated: October 18, 2019, 9:18 PM IST
ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને....
પ્રતિકાત્મક તસવીર

બંને ભાઇ બહેને એકબીજા સાથે પ્રેમ થતા બંને જણાએ મંદિરમાં જઇને લગ્ન કરી લીધા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભાઈ અને બહેનને (brother-sister)પવિત્ર સંબંધ ગણવામાં આવે છે. બંને વચ્ચે લગ્ન થાય એ વિચારથી પણ લોકોની નિંદાની નજરે દેખે છે. આદિકાળથી ચાલી આવતી ભાઇ બહેનના પવિત્ર સંબંધને ઉત્તર પ્રદેશના એક ભાઈ બહેને તોડી દીધો હતો. બંનેને એકબીજા સાથે પ્રેમ (love)થઇ ગયો હતો અને તેમણે મંદિરમાં જઇને લગ્ન (Marriage)પણ કરી લીધા હતા. લગ્ન પછી બંનેને ઘરે કે સંબંધીઓના ઘરે જવું સંભવ નથી. જેથી બંને ઘર છોડીને દિલ્હી માટે ટ્રેન પકડવા જઇ રહ્યા હતા ત્યારે જ પોલીસ (police) તેમને પકડી લીધા હતા.

ભાઈના સગી બહેન સાથે લગ્ન એ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બંને જણાએ સાથે રહેવાની કસમ ખાઇને દિલ્હી જવાની ફિરાકમાં શાહજહાંપુર પહોંચ્યા હતા. જ્યાં જીઆરપી પોલીસે આઇડીની માંગણી કરી તો બંને હેરાન રહ્યા હતા. જીઆરપી પોલીસે બંને ભાઇ બહેનને મોહમ્મદી પોલીસને સોંપી દીધા હતા. પિતાએ પોલીસમાં ફરિયાદ આપીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિને કહીને બીજા લગ્ન કરવા નીકળી પત્ની, પછી ભારે પસ્તાઇ

મળતી માહિતી પ્રમાણે ગામમાં એક ભાઈને પોતાની બહેન સાથે પ્રેમ થઇ જવા પર તેણે સામાજિક સંબંધોને તાર તાર કરી દીધા હતા. ભાઇએ બહેનને લઇ જઇને લખનૌના મંદિરમાં લઇ જઇને સેંથામાં સિંદુર પુરી પોતાની પત્ની બનાવી લીધી હતી.

આ પણ વાંચોઃ-ખુશખબરઃ સતત બીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણો આજનો ભાવ

ત્યારબાદ આ પત્ની પત્ની દિલ્હી જવાના ફિરાકમાં શાહજહાંપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. શનિવારે આ કપલને જીઆરપી શાહજહાંપુરે પકડીને કડક પૂછપરછ કરી હતી. કડક પૂછપરછમાં બંનેએ પોતાનું રાજ ઉકેલી દીધું હતું. પોલીસે તેમની પાસેથી પરિવારનો મોબાઇલ નંબર લઇને વાતચીત કરી અને મોહમ્મદી પોલીસને સૂચના આપી હતી.આ પણ વાંચોઃ-કરવાચોથ ઉપર પતીએ પત્નીની ડિમાન્ડ પુરી ન કરી, પત્નીએ દોડાવી દોડાવીને માર્યો

ત્યારબાદ મોહમ્મદી પોલીસે પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા અને માતા-પિતાને જાણ કરી હતી. પિતાએ પોતાના પુત્ર સામે કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ પુત્રીને પિતાને સોંપી દીધી હતી. જ્યારે પુત્રને કસ્ટડીમાં લીધો હતો. બીજી તરફ પુત્ર પુત્રીની આ હરકતના કારણે માતા-પિતા અને સંબંધીઓનું માંથુ શરમથી ઝુકી ગયું હતું. બહેન પોતાના ભાઇ સાથે રહેવા માટે જીદ પકડીને બેઠી છે.
First published: October 18, 2019, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading