Home /News /national-international /

ભાઈ-બહેનની અચાનક તબિયત બગડી, ઉલ્ટી થયા બાદ તોડ્યો દમ, 19 લોકો ક્વોરેન્ટાઈન

ભાઈ-બહેનની અચાનક તબિયત બગડી, ઉલ્ટી થયા બાદ તોડ્યો દમ, 19 લોકો ક્વોરેન્ટાઈન

પ્રતિકાત્મક તસવીર

બંને બાળકોના મોત 24 કલાકથી પણ ઓછા સમયના અંતરમાં થયા હતા. બંને બાળકોની પહેલા તબિયત લથડી હતી, પછી ઉલ્ટી થઈ હતી. બંને બાળકો હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.

    મધ્ય પ્રદેશઃ ઈન્દોર (Indore) શહેરથી આશરે 30 કિલોમીટર દૂર સ્થિત રાઘવગઢ (Raghavgarh) ગામમાં રહસ્યમય રીતે બે બાળકોના મોત થયા હતા. બંને બાળકોના મોત 24 કલાકથી પણ ઓછા સમયના અંતરમાં થયા હતા. બંને બાળકોની પહેલા તબિયત લથડી હતી, પછી ઉલ્ટી થઈ હતી. બંને બાળકો હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો.

    પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક છોકરાની ઉમર આશરે આઢી વર્ષની હતી. જ્યારે છોકરીની ઉંમર માત્ર 11 વર્ષની હતી. પરિવારજનોએ બાળકીની લાશને દફનાવી દીધી છે જ્યારે છોકરાની લાશને પોલીસે (police) પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી છે.

    આ પણ વાંચોઃ-લોકડાઉન બન્યો વિલન! સુરતમાં પ્રેમિકાને મળવાનું ન થતાં વિયોગમાં પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

    પ્રાપ્ત માહિતી પ્રમાણે રહસ્યમય રીતે મોતનો આ મામલો રાઘવગઢ ગામમાં ચોકીદારી તરીકે કામ કરતા ઈબ્રાહિમ પઠાણના ઘરનો છે. ઈબ્રાહિમ પઠાણના વચ્ચેના પુત્ર શાહિદની બે સંતાનો હતી. અઢી વર્ષનો પુત્ર અને 11 માસની પુત્રી હતી. મંગળવારે સવારે શાહિદની પુત્રીની તબિયત અચાનક બગડી હતી. ઉલ્ટીઓ થવા લાગી હતી. શાહિદ પોતાની પુત્રીને લઈને હોસ્પિટલ જવા માટે નીકળ્યો હતો. જોકે, આ પહેલા જ પુત્રીએ દમ તોડી દીધો હતો. ત્યારબાદ પરિવારજનોએ સ્થાનિક કબ્રસ્તાનમાં બાળકીને દફનાવી દીધી હતી.

    આ પણ વાંચોઃ-coronavirus lockdown: સુરતના કોસમાડાનો યુવાન અમેરિકામાં ફસાયો, ભારત સરકાર માંગી મદદ

    બહેનના મોતના 24 કલાકની અંદર થયું ભાઈનું મોત
    પોલીસના જણાવ્યા પ્રમાણે શાહિદની 11 મહિનાની પુત્રીનું મોત થયાને 24 કલાક પણ ન્હોતા થયા કે અઢી વર્ષના પુત્રની પણ તબિયત બગડી હતી. અને તેના પુત્રને પણ ઉલ્ટીઓ શરૂ થઈ હતી. શાહિદે સવારે આશરે પાંચ વાગ્યે એમ્બ્યુલન્સ માટે કોલ કર્યો હતો. આશરે દોઢ કલાક બાદ એમ્બ્યુલન્સ રાઘવગઢ પહોંચી હતી. શાહિદનો પુત્ર હોસ્પિટલ પહોંચે તે પહેલા તેણે પણ દમ તોડ્યો હતો. પોલીસે બાળકની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે દેવાસ મોકલી હતી.

    આ પણ વાંચોઃ-સલામ! રાજકોટ સિવિલના લિફ્ટમેને કહ્યું '... એટલે જ હું આવી રીતે માનવ સેવા કરું છું'

    પરિવારના બધા સભ્યો સહિત 19 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા
    માત્ર 24 કલાકની અંદર બે બાળકોના મોત થતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે ડબલચોકી મેડકલ ઓફિસર ડો. શીલા વર્માએ પોતાની ટીમ સાથે રાઘવગઢ પહોંચીને કામગીરી હાથધરી હતી. તેમણે શાહિદના બધા જ પરિવારના લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું.

    જોકે બાળકોના મોતનું યોગ્ય કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. બંનેના મોત લગભગ એક જ પ્રકારે થયા છે. જેથી તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે 19 સભ્યો સહિત સાભાસના લોકોને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Madhya pradesh

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन