Home /News /national-international /Story Of Success: દુર્ઘટનામાં કરોડરજ્જુ તૂટી ગયું, જીવવાની આશા છોડી દીધી; છતાય દેશ માટે જીત્યો મેડલ

Story Of Success: દુર્ઘટનામાં કરોડરજ્જુ તૂટી ગયું, જીવવાની આશા છોડી દીધી; છતાય દેશ માટે જીત્યો મેડલ

નીતીશ દુર્ઘટનમાં શિકાર થયેલા દિવ્યાંગોનો આધાર તો બન્યા છે, પરંતુ તેમને પ્રેરણા પણ આપતા રહ્યા છે.

Story Of Success: નીતીશ વ્હીલચેર પર આપમેળે બેસી નથી શકતા. ઘરના લોકો તેમને ઉઠાવીને બેસાડે છે, પરંતુ નીતીશ તેમના જેવા અન્ય દિવ્યાંગોનો આધાર બની ગયા છે. તે અત્યાર સુધી ત્રણ ડઝનથી વધારે વ્હીલચેર વહેંચી ચૂક્યા છે.

    ગોપાલગંજઃ કહેવામાં આવે છે કે, બુલંદ જુસ્સાની સામે દરેક મુશ્કેલી નાની સાબિત થાય છે. આ વાત ગોપાલગંજ જિલ્લાના કુચાયકોટ બ્લોકમાં ઉચકાગાંવના રહેવાસી નીતીશ કુમાર સિંહ પર સાચી પડે છે. જેમની સાથે એક એવી દુર્ઘટના થઈ, જ્યાંથી તેમણે જીવન ટૂંકાવવાનું મન બનાવી લીધુ. પછી કોઈ પાસેથી પ્રેરણા મળી. બિહાર માટે મેડલ જીતીને પોતાની ખામીઓને આવડતમાં બદલી દીધી.

    ડૉ. છાબડા પાસેથી મળી પ્રેરણા


    હકીકતમાં, તેઓ 2014 માં દેવધરથી પૂજા કરીને પાછા આવી રહ્યા હતા, ત્યારે તેમની ગાડી ક્રેશ થઈ ગઈ. જે બાદ બે વર્ષ સુધી એઈમ્સમાં સારવાર ચાલી હતી. ગળાથી નીચેના હિસ્સાઓએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. કરોડરજ્જુ તૂટી ગઈ હતી. ઘણા ઈલાજ પછી પણ વધારે સુધાર ન થયો. ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ હતી. ખેતીની જમીન પણ વેચાઈ ગઈ હતી. જીવન જીવવાની આશા પણ છોડી દીધી હતી. પછી તેઓ ઈલાજ દરમિયાન ડૉ. છાબડાને મળ્યા, તેમની અને તેમની ટીમથી પ્રેરણા લઈને ઘરે પરત આવ્યા અને પોતાના સમાજમાં અને પૂરી દુનિયામાં એક અલગ ઓળખાણ બનાવવાનો નિર્ણય કર્યો.

    આ પણ વાંચોઃ પત્નીની સફળતા પાછળ પતિ ‘રોલ મોડલ’, નોકરી છોડી બાળકોને સંભાળ્યાં; પત્નીએ ન્યાયિક સેવા પરીક્ષામાં ટોપ કર્યું

    ‘બોસિયા ગેમ્સ’માં જીત્યો મેડલ


    નીતીશે જણાવ્યું કે, ઈન્ટરનેટના માધ્યમથી બોસિયા ગેમ્સ વિશે જાણકારી મળી હતી. કોઈ વિશેષ ટ્રેનિંગ વગર ઊંડાણપૂર્વક શીખ્યો. ત્યારબાદ ઈન્ટરનેશનલ પ્લેયરને હરાવીને સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ મેળવ્યા. ગોપાલગંજનું નામ રોશન કર્યુ. સાથે જ તેમને નેશનલ કેટેગરી માટે સ્ટેટ સ્પોર્ટ એવોર્ડ તથા અજાતશત્રુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. નીતીશ જણાવે છે કે, તેમના જિલ્લા અને દેશનું નામ રોશન કરવા માંગે છે, પરંતુ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની તૈયારી માટે કીટ નથી. સ્પોર્ટિંગ સ્ટાફ સંસાધનોના અભાવમાં તૈયારી અધૂરી છે. નીતીશની આર્થિક સ્થિતિ પણ સારી નથી કે તે કીટ ખરીદી શકે.

    આ પણ વાંચોઃ પિતાનું સપનું પૂરું કરનાર IPS દેવ દત્ત સિંહની સફળતાની કહાની

    દિવ્યાંગો માટે આધાર બન્યા


    નીતીશ વ્હીલચેર પર આપમેળે બેસી નથી શકતા. ઘરના લોકો તેમને ઉઠાવીને બેસાડે છે, પરંતુ નીતીશ તેમના જેવા અન્ય દિવ્યાંગોનો આધાર બની ગયા છે. તે અત્યાર સુધી ત્રણ ડઝનથી વધારે વ્હીલચેર વહેંચી ચૂક્યા છે. લોકડાઉન દરમિયાન જરૂરતમંદ દિવ્યાંગો સુધી રાશન પહોંચાડ્યુ. સાથે જ તે મનરેગામાં દિવ્યાંગો માટે ત્રણ ટકા અનામતની લડાઈ પણ લડી રહ્યા છે. નીતીશ દુર્ઘટનમાં શિકાર થયેલા દિવ્યાંગોનો આધાર તો બન્યા છે, પરંતુ તેમને પ્રેરણા પણ આપતા રહ્યા છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Medals, Motivation, Success story

    विज्ञापन
    विज्ञापन