ચંદીગઢ : પંજાબના (Punjab)જાલંધરની રામા મંડીમાં (Jalandhar) એક હોટલમાં ચાલી રહેલા સગાઇ સમારોહમાં (Engagement ceremony)ડાયમંડ રિંગની માંગણીને લઇને યુવતી અને યુવકના પરિવાર વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષોમાં મારામારી સર્જાઇ હતી. ડાયમંડ રિંગ (Diamond ring)ના મળવા પર સગાઇ તૂટી ગઈ હતી. આ ઉપરાંત યુવકના પરિવારજનો પર યુવતીના વાળ ખેંચીને તેની પિટાઇ કરવાનો પણ આરોપ લાગ્યા છે. યુવકના પક્ષના લોકો રિંગ ના મળવા પર અને મારપીટ કર્યા પછી સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. યુવતીના પક્ષ તરફથી નોંધાવેલી ફરિયાદ પર પોલીસ તેમની શોધ કરી કરી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે બધા સીસીટીવી ફૂટેજ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે યુવતીના પરિવારજનોએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે સગાઇ નક્કી થયા પહેલા યુવકના પરિવારજનોએ ડાયમંડ રિંગની માંગણી કરી ન હતી. જોકે જ્યારે રવિવારે સગાઇ દરમિયાન વીટીં બદલવાની વિધિ શરૂ થઇ તો યુવકના પક્ષ તરફથી બે ડાયમંડ રિંગ, સોનાના કડા અને બીજી વસ્તુની માંગણી કરી હતી.
આ વાતને લઇને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન સગાઇ કરાવનાર વચેટીયાને પણ બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તેણે જણાવ્યું કે યુવકના આ પહેલા લગ્ન થઇ ચૂક્યા છે અને બે બાળકો પણ છે. તે પોતાની પ્રથમ પત્નીને છોડી ચૂક્યો છે. આ કારણે યુવતીના પરિવારજનો ગુસ્સે ભરાયા હતા.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે યુવકના પક્ષવાળાએ યુવતીને વાળથી પકડીને આમથી તેમ ફંગોળી હતી અને માર પણ માર્યો હતો. પોલીસને ફોન કરવા પર યુવકના પરિવારજનો પોતાનો સામાન અને ગિફ્ટ હોટલમાં જ છોડીને ફરાર થઇ ગયા હતા. પોલીસે હોટલના સીસીટીવી પોતાના કબજા લઇ લીધા છે. આરોપી ફરાર છે. પોલીસનો દાવો છે કે તેમની જલ્દી ધરપકડ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર