ભારતમાં મળેલો કોરોના વાયરસનો સ્ટ્રેન કેટલો ખતરનાક? જાણો નિષ્ણાતોનો મત

ભારતમાં મળેલો કોરોના વાયરસનો સ્ટ્રેન કેટલો ખતરનાક? જાણો નિષ્ણાતોનો મત
તસવીર: Shutterstock

બીબીસીના રિપોર્ટ પ્રમાણે પબ્લિક હેલ્થ ઇગ્લેન્ડ (PHE) વિભાગે કોરોના વાયરસના એક ભારતીય સ્વરૂપ B.1.617.2 અંગે કહ્યુ છે કે આ અન્ય બે સ્વરૂપની સરખામણીમાં વધારે સંક્રમક છે.

 • Share this:
  લંડન: બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે (Health department) ભારતમાં જોવા મળેલા કોરોના વાયરસના ત્રણ સ્વરૂપમાંથી એક સ્વરૂપ (New Covid Strain)ને લઈને શુક્રવારે ચિંતા વ્યક્ત કરી છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે પબ્લિક હેલ્થ ઇગ્લેન્ડ (PHE) વિભાગે કોરોના વાયરસ (Coronavirus)ના એક ભારતીય સ્વરૂપ B.1.617.2 અંગે કહ્યુ છે કે આ અન્ય બે સ્વરૂપની સરખામણીમાં વધારે સંક્રમક છે. જે ઝડપથી ફેલાય છે. કોરોનાના B.1.617.2 સ્વરૂપને VOC-21 APR-02 નામ આપવામાં આવ્યું છે. કોરોનાનું આ સ્વરૂપ ગત વર્ષે ઇંગ્લેન્ડમાં જોવા મળેલા કેન્ટ સ્વરૂપથી ઓછું સંક્રમક છે, હજુ સુધી તે બ્રિટનમાં સક્રિય છે.

  PHEએ કહ્યુ કે, VOC-21 APR-02ના કેસ ગત અઠવાડિયે 202માંથી 520 થઈ ગયા છે. અડધો ડઝનથી વધારે કેસ સંપર્ક અથવા વિદેશી યાત્રાને કારણે સામે આવ્યા છે. કોરોના વાયરસના આ સ્વરૂપ ઊપરાંત અત્યારસુધી B.1.617 અને B.1.617.3 ઉપર શોધ ચાલી રહી છે. પીએચઈ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે B.1.617ના 61 સેમ્પલ સહિત 500 સેમ્પલ પર શોધ ચાલી રહી છે.  આ પણ વાંચો:  કોરોનાથી મોભીનું મોત થતાં જૈન પરિવારના ત્રણ સભ્યએ કરી લીધો આપઘાત, સમગ્ર પંથકમાં અરેરાટી

  નિષ્ણાતો શું કહે છે?

  જોકે, અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોનાનું B.1.617.2 સ્વરૂપ બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન બીજી લહેર માટે જવાબદાર કેન્ટ સ્વરૂપની સરખામણીમાં ઓછું સંક્રામક છે. કોરોનાનું આ સ્વરૂપ બ્રિટનના બોલ્ટન અને લંડનમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના મ્યૂટેશન અંગે PHE સતત વિવિધ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહયોગી સાથે મળીને આના પર સંશોધન કરી રહ્યું છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આ વાતના અત્યારસુધી કોઈ પુરાવા નથી મળ્યા કે જેના આધારે એવું કહી શકાય કે કોરોના વાયરસના ભારતીય સ્વરૂપ પર કોરોના વેક્સીન કામ નહીં કરે.

  આ પણ વાંચો: લગ્નમાં કોરોના સંક્રમિત વ્યક્તિ દુલ્હા-દુલ્હન સાથે ફોટો ક્લિક કરતો રહ્યો, 30 લોકો સંક્રમિત

  આ પણ વાંચો: મહારાષ્ટ્રના લગ્નનની તસવીર વાયરલ, દુલ્હાએ પણ પહેર્યું મંગળસૂત્ર, ટ્રોલર્સ બોલ્યાં- શું હવે સાડી પણ પહેરીશ?

  દક્ષિણ આફ્રીકા, બ્રાઝીલ અને ભારતમાં મેળેલા કોરોનાના નવા સ્વરૂપોના સ્પાઇક પ્રોટીનમાં બદલાવ જોવા મળ્યો છે. જેનાથી તે માનવ કોશિકાઓ સાથે જોડાઈ જાય છે. હકીકતમાં કોઈ પણ વાયરસની એ પ્રકૃતિ હોય છે કે તે મ્યૂટેન્ટ થઈને પોતાના રૂપ અને અસ્તિત્વને જેમનું તેમ રાખે છે. ભારતમાં કોવિડ-19ની બીજી ભયાનક લહેર પાછળ કોરોના વાયરસના આ સ્વરૂપને જવાબદાર માનવામાં આવે છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને અધિકારીઓ પાસેથી આ અંગેની જાણકારી મેળવી છે. તેમણે આ વાયરસ સામે લડવા માટે આદેશ આપ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published:May 08, 2021, 07:08 am

  ટૉપ ન્યૂઝ