પ્રિન્સેસ ડાયના સાથે મેગન માર્કેલની સરખામણી કેમ થઇ રહી છે?

 • Share this:
  બ્રિટનનું શાહી પરિવારના  (British Royal family) સમાચારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ખાસ કરીને રાજકુમારી ડાયનાનું (princess Diana) જીવન અને જીવનશૈલી આજે પણ લોકો માટે ચર્ચાનો વિષય છે. દરમિયાન રાજકુમારી ડાયના અને  મેગન માર્કલની (Meghan Markle) અનેક માધ્યમોમાં સરખામણી થવા લાગી છે. જોકે આ સરખામણી કેટલી વ્યાજબી છે તે પણ ચર્ચાનો વિષય છે.

  પ્રિન્સ હેરી (Prince Harry) અને મેગન માર્કલ દ્વારા અપાયેલા સનસનાટીભર્યા ઇન્ટરવ્યુ બાદ પ્રિન્સેસ  ડાયના અને મેગન વચ્ચે તુલના થવા લાગી છે. પ્રિન્સેસ ડાયનાથી વધુ રાજપરિવારને કોણ સારી રીતે સમજી શકે. રાજ પરિવારના સભ્યો ઉપર શું દબાણ હોય છે તે સમજવા તેણે પ્રિન્સેસ ડાયનાના મિત્ર સાથે ચર્ચા કરી હોવાનું મેગને કહ્યું હતું.

  રાજ પરિવાર સાથે બન્નેના અનુભવ સમાન હતા. ભૂતકાળમાં જે થયું તેવું ફરીથી થઈ રહ્યું છે એમ પ્રિન્સ હેરીનું પણ કહેવું હતું. અગાઉ પણ પ્રિન્સ હેરીએ મેગનના કવરેજની તુલના માતા સાથે થયેલા વ્યવહારથી કરી હતી.

  કેમેરા અને માઇકથી ઘેરાયેલા રહેલા હેરીએ 2020ના જાન્યુઆરી મહિનામાં શાહી પરિવારની જવાબદારીમાંથી મુક્ત થવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ કેનેડા અને બાદમાં કેલિફોર્નિયા ચાલ્યા ગયા હતા અને શાહી પરિવારના સક્રિય સદસ્યના રૂપે પરત નહીં આવે તેવી જાહેરાત પણ કરી હતી.

  ગજબનું તિકડમ: મહિલા એજન્ટે પોસ્ટમાં ખાતું ખોલવાનું કહીને દર મહિને લીધા રૂપિયા, 12 વર્ષ પછી માંગ્યા તો ખબર પડી કે ખાતું જ નથી  બ્રિટનમાં હતા ત્યાં સુધી બન્નેની જિંદગી પર ઘણા આવરણ હતા. પરંતુ હવે અમેરિકા જઈ તેઓ એક પછી એક ઇન્ટરવ્યુ આપી રહ્યાં છે. ઓપેરા વિનફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની જીવનશૈલી પર તેમણે ખુલીને વાત કરી હતી.

  અમદાવાદના આ શિવ મંદિરમાં સિગારેટ ચડે છે, ભક્તોની થાય છે મનોકામના પૂર્ણ

  રાજકુમારી ડાયનાની ગણતરી વિશ્વની સૌથી પ્રખ્યાત મહિલાઓમાં થાય છે. તેમના વિશે અનેક અહેવાલો પ્રકાશિત થતા હતા. ડાયનાની પર્સનલ લાઇફ અખબારોની હેડલાઇન્સ બની જતી હતી. ડાયના એક એવી હસ્તી બની ગઈ હતી જેનું નામ આખી દુનિયામાં ગુંજતું હતું. જોકે, તેને બધા સકારાત્મક દ્રષ્ટિથી જોતા નહોતા. તેમના જીવનમાં પાપારાઝી હંમેશા આસપાસ રહેતા હતા.  રાજવી પરિવાર પર લખનારા કેટી નિકોલે બીબીસી રેડિયો 1 ન્યૂઝબીટ સાથેની વાતચીતમાં કેટલાક ફોડ પાડયા છે. તેમનું કહેવું છે કે, ડાયના અને મીડિયા વચ્ચે મિશ્ર સંબંધ હતો. કેટલીક વખત મીડિયા સાથેના ડાયનાના સંબંધો ખૂબ સારા રહેતા હતા. જોકે, કેટલીકવાર ડાયના મીડિયા ઉપર દખલનો આરોપ લગાવતી હતી.

  મીડિયામાં છવાયેલા રહે તે માટે ડાયના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આપતા હતા તેવા આક્ષેપ પણ થયા હતા. બીજી તરફ રાજ પરિવારમાં સામેલ થયા બાદ મેગને પણ પણ પર્સનલ બ્લોગ બંધ કરી દીધા હતા.

  PM મોદીના માતા 'હીરા બા'એ લીધી કોરોનાની રસી, ટ્વિટ કરીને આપી જાણકારી

  પ્રિન્સેસ ડાયનાનું 31 ઓગસ્ટ 1997ના રોજ પેરિસમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે પ્રિન્સ હેરી 12 વર્ષના હતા. ડ્રાઇવર હેનરી પૌલ બેભાન થઈ ગયો હતો અને પાપારાઝી મોટર સાયકલ પર કારનો પીછો કરી રહ્યો હતો. પાપરાઝી દ્વારા દાખવાયેલી બેદરકારીના કારણે આ જીવલેણ અકસ્માત થયો હતો.  હવે મેગન સાથે પણ મીડિયાના વ્યવહારને લઈ હેરી નારાજ છે. જેમ્સ બ્રૂક્સ કહે છે, "ડાયના જ્યાં જ્યાં પણ તે ગઈ ત્યાં પત્રકારો અને ફોટોગ્રાફરોની ભીડ રહેતી." જેમ્સ માને છે કે, મીડિયા વિશે પ્રિન્સ હેરીની મીડિયા તરફના વિચારો ડાયનાના મૃત્યુ સમયે જ બદલાઈ ગયા હતા. હેરી અને વિલિયમના મનમાં મીડિયાની ઇમેજ ખરાબ થઈ ગઈ હતી.

  મેગન સાથે પણ ડાયના જેવું ના થઇ તે માટે પ્રયાસ કરાયા હતા. મેગન અગાઉ ડ્રેસ ફિટિંગ મામલે ઉડેલી વાતોથી દુઃખી હતી. મેગન ઉપર પણ કેટલાક સવાલ ઉઠ્યા હતા. તેની જીવનશૈલી અને પોશાક ચર્ચાનો વિષય રહયા હતા.  અમેરિકન ન્યૂઝ ચેનલ સીબીએસ પર પ્રસારિત ઇન્ટરવ્યૂમાં મેગને કહ્યું, "મને શાહી પરિવાર વિશે એટલો જ ખ્યાલ હતો, જેટલું મારા પતિ હૅરીએ મને જણાવ્યું હતું. લોકોની ધારણા પ્રમાણે આ પરીઓની દુનિયા છે પણ વાસ્તવિકતા ઘણી અલગ છે."
  First published: