બ્રિટનના રિસર્ચર્સ નવી પદ્ધતિ (new method)નો ઉપયોગ કરીને કોવિડ તથા અન્ય બિમારી સામે લડવા માટે વેક્સીન બનાવી રહ્યા છે. નવી પદ્ધતિની મદદથી MRNA વેક્સીન (MRNA vaccine) ખૂબ જ ટૂંક સમયમાં આવશે. આ વેક્સીનનું ખૂબ જ ઝડપથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાને કારણે તેની કિંમત પણ ઓછી હશે.
ઈંગ્લેન્ડની યૂનિવર્સિટી ઓફ શેફીલ્ડમાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્ડ બાયોલોજિકલ એન્જિનિયરીંગના પ્રોફેસર અને આ સ્ટડીના ચીફ રિસર્ચર જોલ્ટન કિસ (Dr. Zoltan Kis) એ કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, ‘કોવિડ-19 વેક્સીન પરથી જાણવા મળ્યું છે કે, RNA ટેકનિકથી કંઈપણ સંભવ છે. જે વેક્સીન બનાવવામાં વર્ષોનો સમય લાગતો હતો તે હવે થોડાક મહિનામાં બનાવી શકાય છે. આ ટેકનિકનો ઉપયોગ અન્ય બિમારીઓની વેક્સીન બનાવવા માટે કરી શકાય છે. ’ તેમણે જણાવ્યું કે, ‘આ ટેકનિકનો ઉપયોગ કરીને વર્તમાનની સાથે સાથે ભવિષ્યની બિમારીઓ સામે પણ લડી શકાય છે. જે માટે સમગ્ર વિશ્વના સંશોધનકર્તાઓ પાસે વિકાસ અને મોટા પ્રમાણમાં ઉત્પાદન કાર્યક્રમોનું સમર્થન કરવા માટે લેટેસ્ટ અને અપડેટેડ RNA નિર્માણ પ્રોસેસ હોવી જરૂરી છે.’
આ રિસર્ચ પ્રોજેક્ટ કોવિડના નવા વેરિએન્ટ અને અન્ય મહામારીઓની સામે ખૂબ જ ઝડપથી વેક્સીન બનાવવામાં મદદગાર સાબિત થશે. યુનિવર્સિટી ઓફ શેફીલ્ડ (University Of Sheffield) એ એક નિવેદનમાં આપ્યું છે. યૂનિવર્સિટીએ જણાવ્યું કે, નવી ઉત્પાદન ટેકનિક સામાન્ય દિવસોમાં વિકાસકર્તાઓ અને નિર્માતાઓને ઉત્કૃષ્ટ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવશે. જેથી કેન્સર, મેટાબોલિઝમ સંબંધિત બિમારીઓ (metabolic disorders), હ્રદય અને ઈમ્યૂન સિસ્ટમ સાથે જોડાયેલ બિમારીઓ માટે વેક્સીન બનાવી શકાય.
નિષ્ણાંતો શું કહે છે
જોલ્ટન કિસ આ અંગે જણાવે છે કે, ‘અમે વેલકમ લીપ (Wellcome Leap) R3 પ્રોગ્રામના માધ્યમથી ફંડિંગ પ્રાપ્ત કરવા માટે આભારી છીએ. જે શેફિલ્ડ યુનિવર્સિટીમાં વેક્સીન ઉત્પાદન પ્રક્રિયા સ્થાપિત કરીને RNA નિર્માણ પ્રક્રિયાઓને વિકસિત કરવાની અને ઈનોવેશનની પરવાનગી આપે છે. ત્યાર બાદ દુનિયાના વિભિન્ન વિસ્તારમાં સ્થાનાંતરિત કરી શકાય છે. અમે સંશોધનકર્તાઓ, ડેવલપર્સ અને નિર્માતાઓને RNA ટેકનિકનો ઉપયોગ કરવામાં મદદ કરી શકીએ છીએ.’
તેમણે જણાવ્યું કે, કોવિડ-19 અને તેના પ્રકાર, મોસમી ઈન્ફ્લૂએન્ઝા, રેબીઝ, જીકા, હ્યુમન પેપિલોમાવાયરસ, હિપેટાઈટિસ સી, મેલેરિયા, HIV, પ્રતિરક્ષા વિકાર અને કેન્સર જેવી બિમારીઓ સામે લડવા માટે ઝડપથી વેક્સીન બનાવી શકાશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર