Home /News /national-international /

જલિયાવાલા બાગ હત્યાકાંડને થયા 100 વર્ષ, બ્રિટિશ PMએ ન માગી માફી

જલિયાવાલા બાગ હત્યાકાંડને થયા 100 વર્ષ, બ્રિટિશ PMએ ન માગી માફી

    બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પર ખેદ વ્યક્ત કર્યો છે. થેરેસાએ બુધવારે સંસદની સામે કહ્યું કે, તેઓને આ ઘટના અને તેનાથી પેદા થયેલા કષ્ટો પર શોક છે. જો કે, આ દરમિયાન તેઓએ એકવાર પણ માફી નથી માંગી. જેના સામે સંસદમાં વિપક્ષના નેતા જેરેમી કોર્બિને થેરેસાને સ્પષ્ટ અને વિસ્તૃત માફી માગવાનું કહ્યું. 2010થી 2016 સુધી બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરૂને પણ 2013માં ભારતની મુલાકાત દરમિયાન તેને ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી હતી. જો કે, તેઓએ પણ સ્પષ્ટ રીતે માફી નહોતી માંગી. આ શનિવારે જલિયાવાલા બાગ હત્યાકાંડની 100મી જયંતિ છે.

    નરસંહારની આ ઘટનાના 100 વર્ષ પૂર્ણ થવા પર બ્રિટિશ સરકારે ઔપચારિક માફી માગવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના પર હાઉસ ઓફ કોમંસ પરિસરના વેન્ટમિંસ્ટર હોલમાં થયેલી ચર્ચામાં અંદાજે તમામ સાંસદોએ સમર્થન કર્યું હતું. સરકાર તરફથી વિદેશ મંત્રી માર્ક ફિલ્ડે જલિયાવાલા બાગ નરસંહાર પર આયોજીત ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે આપણે એ વાતોની એક સીમા રેખા ખેંચવી પડશે જે ઇતિહાસનું શરમજનક ડાઘ છે. બ્રિટિશ રાજથી સંબંધિત સમસ્યાઓ માટે વારંવાર માફી માગવાથી પોતાની તરફથી અલગ અલગ મુશ્કેલી આવે છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ આવી સાદગીથી જ ધોનીની લોકપ્રિયતા છે સાતમાં આસમાને, તમે પણ જુઓ

    અમૃતસરમાં 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા હત્યાકાંડમાં બ્રિટિશ સૈનિકોએ ખુલ્લેઆમ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું. રેકોર્ડ્સ અનુસાર, આ નરસંહારમાં 400થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જો કે, ભારતીય અધિકારીઓનો દાવો છે કે, તેમાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને સ્ત્રીઓ પણ સામેલ હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: British, વડાપ્રધાન

    આગામી સમાચાર