ભારત પ્રવાસે આવશે બ્રિટનનાં PM બોરિસ જોનસન, PM મોદીએ સાથે આ મુદ્દાઓ પર થશે ચર્ચા
વિદેશ મંત્રાલય મુજબ, પ્રધાનમંત્રી મોદીનાં નિમંત્રણ પર બોરિસ જોનસન ભારત આવી રહ્યાં છે. (File Photo- AP)
Boris Johnson India Visit: બે દિવસનો તેમનો આ પ્રવાસ 21 અને 22 એપ્રિલનો હશે. જોનસન 21 એપ્રિલનાં ગુજરાત આવશે. અને 22 એપ્રિલનાં રોજ PM મોદી સાથે તેમની દ્વિપક્ષીય વાતચીત થશે.
નવી દિલ્હી: બ્રિટનનાં પ્રધાનમંત્રી બોરિસ જોનસન આગામી અઠવાડિયે ભારત પ્રવાસ પર જઇ રહ્યાં છે. આ દરમિયાન તે PM નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી જંગની વચ્ચે તેમનાં આ પ્રવાસને ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવે છે કે, આ યુદ્ધ અંગે ભારતે તટસ્થ વલણ અપનાવતા લંડન અને નવી દિલ્હી વચ્ચે કૂટનૈતિક સંબંધોમાં થોડી ખટાશ આવી ગઇ છે.
વિદેશ મંત્રાલય મુજબ, પ્રધાનમંત્રી મોદીનાં નિમંત્રણ પર બોરિસ જોનસન ભારત આવી રહ્યાં છે. બે દિવસ બાદ તેમનો આ પ્રવાસ 21 અને 22 એપ્રિલનાં થશે. જોનસન 21 એપ્રિલનાં ગુજરાત પ્રવાસે આવશે અને 22 એપ્રિલનાં PM મોદી સાથે તેમની દ્વિપક્ષીય બેઠક થશે. PM મોદી સાથે બેઠકમાં આર્થિક, રક્ષા, સુરક્ષા અને ટેક્નોલોજી સહયોગ વધવા પર ચર્ચાઓ કરવામાં આવશે.
આ મુદ્દાઓ પર થશે ચર્ચા 21 એપ્રિલે અમદાવાદ આવી રહેલા જોન્સન યુકે અને ભારત બંનેમાં મુખ્ય ઉદ્યોગોમાં મોટા રોકાણની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનાથી રોજગારની તકો વધશે. આ સાથે, અત્યાધુનિક વિજ્ઞાન, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી પર પણ નવા સહયોગની જાહેરાત કરવામાં આવી શકે છે. મુલાકાત પહેલા બોલતા, UK PM બોરિસ જ્હોન્સને કહ્યું, 'મારી ભારતની મુલાકાત એવી બાબતો પ્રદાન કરશે જે આપણા બંને દેશોના લોકો માટે ખરેખર મહત્વપૂર્ણ છે - રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિથી લઈને ઊર્જા સુરક્ષા અને સંરક્ષણ સુધી.'
અમદાવાદમાં પ્રમુખ બિઝનેસ ગ્રુપ સાથે બેઠક બ્રિટિશ ઉચ્ચાયોગે એક નિવેદનમાં કહ્યું કે, અમદાવાદમાં જોનસન મુખ્ય બિઝનેસ ગ્રુપ સાથે બેઠક કરશે અને યૂકે અને ભારતનાં 'સંપન્ન નાણિજ્યિક, વેપાર અને લોકોનાં સંબંધો પર ખાસ ચર્ચા કરશે. આ પહેલી વખત બનશે જ્યારે બ્રિટનમાં કોઇ પ્રધાનમંત્રી ભારતનાં પાંચ સૌથી મોટા રાજ્ય અને બ્રિટનમાં આશરે અડધી બ્રિટિશ-ઇન્ડિયન આબાદીનાં પૈતૃક ઘર ગુજરાતનો પ્રવાસ કરશે.' યૂક્રેન જંગ પર થઇ વાત- આપને જણાવી દઇએ કે, ગત મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોરિસ જોનસન સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ યૂક્રેનની પરિસ્થિતિ પર વિસ્તારથી ચર્ચાઓ કરી હતી. ટેલીફોન પર થયેલી આ વાતચીત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ યુદ્ધ સમાપ્ત કરવાની વાત કરી. કૂટનીટિનાં રસ્તે પરત ફરવા અપીલ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર