Home /News /national-international /ગુજરાતમાં બ્રિટન PM બોરિસ બુલડોઝર પર શું ચઢ્યા, ટ્વિટર પર હોબાળો મચી ગયો

ગુજરાતમાં બ્રિટન PM બોરિસ બુલડોઝર પર શું ચઢ્યા, ટ્વિટર પર હોબાળો મચી ગયો

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો જીસીબી વીડિયો વાયરલ

બોરીસ જોનસન (British Prime Minister Boris Johnson) પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં જેસીબી ફેક્ટરી (Boris Johnson GCB factory) ની મુલાકાતે હતા. બોરિસને બુલડોઝર એટલું ગમ્યું કે તે પોતે તેની સવારી કરવા દોડી ગયા, આ વીડિયો ટ્વીટર (Twitter) પર વાયરલ થઈ રહ્યો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. બ્રિટન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન (British Prime Minister Boris Johnson) ગુરુવારે ગુજરાત (Gujarat) આવ્યા હતા અને ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જેસીબી (British Prime Minister Boris Johnson GCB) પર ચડતા તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે અને ટ્વિટર પર હોબાળો મચી ગયો છે. યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે.

હકીકતમાં બોરીસ જોનસન પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં જેસીબી ફેક્ટરી (Boris Johnson GCB factory) ની મુલાકાતે હતા. બોરિસને બુલડોઝર એટલું ગમ્યું કે તે પોતે તેની સવારી કરવા આગળ વધ્યા. તે સાથીઓને પાછળ છોડીને સીધા ડ્રાઈવરની સીટ પર બેસી ગયા. તેમણે બુલડોઝર ચાલુ કરવાનો પ્રયાસ કર્યો અને તેના ઈન્ટેરીયરને પણ જોયું. આ પછી તે ગેટની બહાર આવ્યા અને મીડિયા માટે પોઝ આપવા લાગ્યા. તેમની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. યુઝર્સ જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.









ટ્વિટર પર આ વીડિયો અને ફોટોએ ટ્વિટનું પૂર લાવી દીધુ છે. દેશ અને દુનિયાના લોકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે. યુઝર કાર્તિકનું કહેવું છે કે, બુલડોઝર મોડલ હવે આંતરરાષ્ટ્રીય બની ગયું છે. અન્ય યુઝરે લખ્યું છે કે, આજે જેસીબી તમારા ભાઈ ચલાવશે. એક યુઝરે કહ્યું કે આ JCB થારા ભાઈ જોગીન્દ્ર ચલાવશે. આવી કોમેન્ટ પર લોકોએ ફની જવાબો આપ્યા છે.
First published:

Tags: BRITAIN, British, Gujarat latest news, Gujarat Visit, Narendra modi gujarat visit

विज्ञापन