ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યાં બ્રિટનના PM થેરેસા, આપી દીધું રાજીનામું

News18 Gujarati
Updated: May 24, 2019, 5:56 PM IST
ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યાં બ્રિટનના PM થેરેસા, આપી દીધું રાજીનામું

  • Share this:
સાંસદોને પોતાની બ્રેક્ઝિટ ડીલના પક્ષમાં સહમત કરવામાં નિષ્ફળ રહ્યા બાદ બ્રિટનની વડાપ્રધા થેરેસા મેએ શુક્રવારે ભાવુક થઇ અચાનક રાજીનામું આપી દીધું. તે 7 જુને કંઝર્વેટિવ નેતાનું પદ છોડી દેશે. ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાના ઓફિશિયલ નિવાસસ્થાને મીડિયા સમક્ષ હાજર રહી, અહીં રડતાં રડતાં તેણીએ જણાવ્યું કે આ મારા માટે ખુબ જ દુઃખનો મુદ્દો છે અને હંમેશા દુઃખનો મુદ્દો રહેશે કે હું બ્રેક્ઝિટ ડિલીવર કરી ન શકી.

થેરેસાના રાજીનામા બાદ બ્રિટનમાં રાજકીય ગરમાવો આવ્યો છે. તો રાજીનામાથી ઔપચારિક રૂપે નવા વડાપ્રધાન માટે લાઇનો લાગી છે. જ્યાં સુધી નવા વડાપ્રધાન ચૂંટાશે નહીં ત્યાં સુધી થેરેસામાં કાર્યવાહક વડાપ્રધાન બની રહેશે.

અહીં ક્લિક કરી વાંચોઃ મોદી સરકારનો 100 દિવસનો એજન્ડા તૈયાર, જાણો શું છે ખાસ!

થેરેસાએ જણાવ્યું કે હું શુક્રવારે 7 જુને કંઝર્વેટિવ તથા યુનિયનિસ્ટ પાર્ટીના નેતાના પદ પરથી રાજીનામું આપી દઇશે, નવા નેતાની પસંદગી પ્રક્રિયા કચાદ આવતા સપ્તાહથી શરૂ થઇ જશે. જો કે બ્રિટનના હાલના રાજકીય માહોલને ધ્યાને રાખીએ તો નવા વડાપ્રધાનની પસંદગી પ્રક્રિયામાં એક મહિના સુધીનો સમય લાગી શકે છે.
First published: May 24, 2019, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading