Boris Johnson: બ્રિટનના PM બોરિસ જ્હોનસન 57 વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા, ‘rainbow baby’નો જન્મ થયો, જાણો તેનો અર્થ
Boris Johnson: બ્રિટનના PM બોરિસ જ્હોનસન 57 વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા, ‘rainbow baby’નો જન્મ થયો, જાણો તેનો અર્થ
બ્રિટનના PM બોરિસ જ્હોનસન 57 વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા છે. (Image credit- Reuters)
બ્રિટનના વડાપ્રધાન (British Prime Minister) બોરિસ જ્હોન્સન (Boris Johnson) 57 વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા છે. તેમની પત્ની કેરી જ્હોનસને (Carrie Johnson) ગુરુવારે એક પુત્રીને જન્મ આપ્યો છે.
લંડન. બ્રિટનના વડાપ્રધાન (British Prime Minister) બોરિસ જ્હોન્સન (Boris Johnson) 57 વર્ષની ઉંમરે સાતમી વખત પિતા બન્યા છે. તેમની પત્ની કેરી જ્હોનસને (Carrie Johnson) ગુરુવારે પુત્રીને જન્મ આપ્યો છે. મા અને દીકરી બંને સ્વસ્થ છે. તેમના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે બ્રિટનના વડાપ્રધાનના પત્નીએ લંડન હોસ્પિટલમાં ગુરુવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે. બંનેએ નેશનલ હેલ્થ સર્વિસની ટીમનો દેખભાળ અને સહકાર માટે આભાર માન્યો છે.
આ વર્ષની શરૂઆતમાં કેરી જ્હોન્સન (33)નો ગર્ભપાત થઈ ગયો હતો. તેમણે જુલાઈમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી આ વાતની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં કેરીએ કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં મારો ગર્ભપાત થઈ ગયો હતો જેથી હું બહુ દુઃખી હતી. પરંતુ હવે મને ફરીથી ગર્ભવતી બનીને સારું લાગે છે અને ક્રિસમસ સુધીમાં અમને એક રેઇન્બો બેબી થવાની આશા છે.
Rainbow Babyનો અર્થ
રેઇન્બો બેબી એ બાળકની કસુવાવડ, મૃત જન્મ અથવા નવજાત જન્મે ગુમાવેલા બાળક પછી આવનારા બાળકના સંદર્ભમાં વપરાય છે. આ શબ્દ તોફાન પછી થનારી કંઈક સુંદર વસ્તુ માટે બનાવવામાં આવ્યો હતો.
આ વર્ષે મેમાં પરણ્યા હતા દંપતી
બોરિસ જ્હોન્સન અને કેરી બંને માર્ચ 2018થી સાથે રહે છે. આ દરમિયાન જ્હોન્સન વિદેશ સચિવ હતા અને ત્યારબાદ 2019માં થેરેસા મે (Theresa May)ની જગ્યા લીધા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટ (Downing Street)માં રહેવાનું શરૂ કર્યું હતું. બંનેએ 2019ના અંતમાં સગાઈ કરી હતી.
બોરિસ જોન્સને (UK PM Boris Johnson) આ વર્ષે મે મહિનામાં વેસ્ટમિંસ્ટર કેથેડ્રલ (Westminster Cathedral)માં કેરી જોન્સન (33) સાથે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર 30 મહેમાનોએ ભાગ લીધો હતો. બોરિસ જોન્સનના આ ત્રીજા લગ્ન છે. ભારતીય મૂળની બોરિસ જોન્સનની પૂર્વ પત્ની મરિના વ્હીલરના છૂટાછેડા પછી આ તેમના ત્રીજા લગ્ન છે. મરિનાથી તેમને ચાર બાળકો છે. 57 વર્ષીય બોરિસ જ્હોન્સન પહેલા બે વાર લગ્ન કરી ચુક્યા છે અને તેમને છ બાળકો પણ છે.
બોરિસ જ્હોન્સનનું તેની આર્ટ કન્સલ્ટન્ટ હેલેન મેકિન્ટાયર સાથે પણ અફેર હતું, જેનાથી તેમને 2009માં એક બાળક થયું હતું. બોરિસ જ્હોન્સનની પ્રથમ પત્ની, એલેગ્રા મોસ્ટિન-ઓવેનથી તેમને કોઈ સંતાન ન હતું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર