Home /News /national-international /British Colonialism In India: અંગ્રેજોએ માત્ર 40 વર્ષમાં 10 કરોડથી વધુ ભારતીયોને માર્યા, નવા સંશોધનમાં ખુલાસો
British Colonialism In India: અંગ્રેજોએ માત્ર 40 વર્ષમાં 10 કરોડથી વધુ ભારતીયોને માર્યા, નવા સંશોધનમાં ખુલાસો
બ્રિટિશરોએ ભારતીયો પર રાજ કરીને 45 ટ્રિલિયન ડોલરની સંપત્તિ લૂંટી હતી.
British Colonialism In India: અંગ્રેજી હૂકુમત દરમિયાન માત્ર 40 વર્ષમાં જ 10 કરોડ ભારતીયોના મોત થયા હતા. તેનું કારણ એ હતું કે, દુષ્કાળ, ભૂખમરો અને ઓછી કમાણી. 1880થી લઈને 1920ના આંકડાઓનો અભ્યાસ કરતા તેમાં જણાવવામાં આવ્યુ છે કે, આ દરમિયાન ભારતીયોની સ્થિતિ સૌથી વધુ ખરાબ હતી. ત્યાં જ બ્રિટનમાં આજે પણ લોકો સંસ્થાનવાદ પર ગર્વ કરે છે.
સિડનીઃ બ્રિટને ભારત પર અંદાજે 200 વર્ષો સુધી રાજ કર્યુ. કહેવાય છે કે, તે દરમિયાન અંગ્રેજોએ ભારતની લગભગ 45 ટ્રિલિયન ડોલરની સંપત્તિ લૂંટી હતી. હવે ઓસ્ટ્રેલિયાના બે વિશેષજ્ઞોએ ખુલાસો કર્યો છે કે, બ્રિટિશ સરકારે ઉપનિવેશના 40 વર્ષ દરમિયાન અંદાજે 10 કરોડ ભારતીયોની હત્યા કરી હતી. તે છતાંય બ્રિટનમાં આજે પણ મોટી સંખ્યામાં લોકો તેમના વસાહતી ઇતિહાસ પર ગર્વ કરે છે. નિયાલ ફર્ગ્યુસન એમ્પાયરઃ હાઉ બ્રિટન મેડ ધ મોર્ડન વર્લ્ડ અને બ્રૂસ ગિલીની ધ લાસ્ટ ઇમ્પિરિયલિસ્ટ જેવી કેટલીય વિવાદિત પુસ્તકોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ સંસ્થાનવાદ ભારત અને અન્ય દેશોમાં સમૃદ્ધિ અને વિકાસ લાવ્યો. બે વર્ષ પહેલાં, YouGovના એક પોલમાં જાણવા મળ્યુ હતુ કે, બ્રિટનમાં 32 ટકા લોકો દેશના વસાહતી ઇતિહાસ પર ગર્વ કરી રહ્યા છે.
અંગ્રેજોને કારણ બમણી ગરીબી થઈ ગઈ
આર્થિક ઇતિહાસકાર રોબર્ટ સી. એલનના સંશોધન મુજબ, બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં અત્યંત ગરીબી 1810માં 23 ટકાથી વધીને 20મી સદીના મધ્યમાં 50 ટકાથી વધુ થઈ ગઈ હતી. બ્રિટિશ વસાહતી સમયગાળા દરમિયાન વેતનમાં ભારે ઘટાડો થયો હતો. દુષ્કાળ અને ભૂખમરો હોવા છતાં તે 19મી સદીમાં ઇતિહાસમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું હતું. સંસ્થાનવાદથી ભારતીય લોકોને ફાયદો થવાનો તો દૂર પરંતુ તે માનવ માટે માનવસર્જિત દુર્ઘટના હતી. તે બ્રિટનની તત્કાલિન રાજાશાહી અને તેમના દ્વારા નિયુક્ત બ્રિટિશ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું.
નિષ્ણાતો દાવો કરે છે કે, 1880થી 1920ના સમયગાળા દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યવાદની શક્તિ તેના સર્વોચ્ચ સ્તરે હતી. તે બ્રિટન માટે ફાયદાની વાત હતી, પરંતુ ભારત માટે આપત્તિજનક સાબિત થઈ હતી. 1880ના દાયકામાં શરૂ થયેલી વસાહતી શાસનની વસતિ ગણતરી દર્શાવે છે કે, આ સમયગાળા દરમિયાન મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થયો છે. 1880ના દાયકામાં 1000 લોકો દીઠ 37 મૃત્યુ હતા, જે 1910ના દાયકામાં વધીને 44 થઈ ગયા. તે સમયે ભારતીયોનું આયુષ્ય 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ થયું હતું.
વર્લ્ડ ડેવલપમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના એક લેખમાં વર્ષ 1880થી 1920 સુધીના 40 વર્ષના સમયગાળામાં બ્રિટિશ સામ્રાજ્યની નીતિ દ્વારા માર્યા ગયેલા લોકોની સંખ્યાનો અંદાજ કાઢવા માટે વસ્તી ગણતરીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતમાં મૃત્યુ દર અંગેનો મજબૂત ડેટા ફક્ત 1880ના દાયકાથી જ અસ્તિત્વમાં છે તેવું જાણવા મળ્યુ હતુ. સામાન્ય મૃત્યુદરના આંકડાઓનો આધાર તરીકે ઉપયોગ કરીને તેમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે, બ્રિટિશ સંસ્થાનવાદને કારણે 1891થી 1920ના સમયગાળા દરમિયાન લગભગ 50 મિલિયનથી વધુ મૃત્યુ થયા હતા. આ દરમિયાન લગભગ 50 મિલિયન લોકો સામાન્ય રીતે મૃત્યુ પામ્યા હતા. આ કિસ્સામાં આ આંકડો 100 મિલિયન સુધી પહોંચે તેવી શક્યતા પણ છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર