બ્રિટન: ચર્ચમાં મીટિંગ કરી રહ્યા હતા બ્રિટિશ સાંસદ, વ્યક્તિએ છરી ભોંકીને હત્યા કરી નાખી

બ્રિટનના સાંસદ ડેવિડ એમેસ (David Ames) પર શુક્રવારે બપોરે થયેલા હુમલા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. (ફોટો- getty images)

બ્રિટન (Britain)માં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ એમેસ (David Ames) પર એ સમયે છરી વડે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ પૂર્વીય ઇંગ્લેન્ડના એક ચર્ચમાં પોતાના કલીગ્સ સાથે મીટિંગ કરી રહ્યા હતા.

 • Share this:
  લંડન. બ્રિટન (Britain)માં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ડેવિડ એમેસ (David Ames) પર શુક્રવારે બપોરે થયેલા હુમલા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું. સાંસદ પર એ સમયે છરી વડે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ પૂર્વીય ઇંગ્લેન્ડના એક ચર્ચમાં પોતાના સહકર્મીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. પોલિસે 25 વર્ષીય હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. અન્ય નેતાઓને ટ્વીટ કરીને આ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને એમેસને શ્રદ્ધાંજલિ આપી. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે, ‘એમેસ એક અદભુત વ્યક્તિ, મિત્ર અને સાંસદ હતા. લોકતાંત્રિક ભૂમિકા નિભાવવા દરમ્યાન એમેસને મારી નાખવામાં આવ્યા.’ સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, બેઠક દરમ્યાન એક વ્યક્તિ ત્યાં પહોંચી અને તેણે એમેસ પર છરી વડે એક પછી એક ઘા કર્યા.

  એસેક્સ પોલિસે કહ્યું કે, અધિકારીઓને લી-ઓન-સીમાં શુક્રવારે બપોરે ચાકૂના હુમલા અંગે માહિતી મળી હતી. તેમણે કહ્યું કે, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ચાકૂ મળી આવ્યો છે. પોલિસે કહ્યું કે, ‘અમને આ મામલામાં હવે અન્ય કોઈ વ્યક્તિની તલાશ નથી અને અમારું માનવું છે કે જનતા માટે કોઈ ખતરાની વાત નથી.’ ત્યારબાદ પોલિસે કહ્યું કે હુમલાની ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. જોકે, મૃતકના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો. પોલિસે કહ્યું કે આરોપીને હત્યાની શંકા પર પકડી લેવામાં આવ્યો છે.

  ઘટનાસ્થળ પાસે લાગી એમ્બ્યુલન્સની લાઈન

  આ દરમ્યાન સ્કાય ન્યુઝે જણાવ્યું કે, કન્ઝર્વેટિવ સાંસદ ડેવિડ એમેસ પર એ સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તેઓ લી-ઓન-સી શહેર સ્થિત બેલફેયર્સ મેથડીસ્ટ ચર્ચમાં પોતાના કલીગ્સ સાથે મીટીંગ કરી રહ્યા હતા. એમેસના લંડન કાર્યાલયે પોલિસ અને એમ્બ્યુલન્સ બોલાવવા અંગે પુષ્ટિ કરી હતી, પણ વધુ કોઈ માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ મુજબ, ઘટનાસ્થળ પાસે ઘણી એમ્બ્યુલન્સ જોવા મળી અને ચર્ચ પાસે જ એક એર એમ્બ્યુલન્સને તૈયાર રાખવામાં આવી હતી.

  સાંસદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  એક સ્થાનિક કાઉન્સીલર જોન લાંબે કહ્યું કે, હુમલાના બે કલાક બાદ પણ એમેસને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ન હતા અને ‘પરિસ્થિતિ બહુ ગંભીર હતી.’ 69 વર્ષીય એમેસ 1997થી સાઉથએન્ડ વેસ્ટ સીટના સાંસદ છે અને લી-ઓન-સી વિસ્તાર આ સીટ અંતર્ગત આવે છે. બીજી તરફ કેટલાય નેતાઓએ ટ્વીટ કરીને ઘટના પર આશ્ચર્ય દેખાડ્યું અને એમેસને શ્રદ્ધાંજલિ આપી. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમરે ટ્વીટ કરી કે, ‘આ બહુ ડરામણા અને ચોંકાવનારા સમાચાર છે. ડેવિડ, તેમના પરિવાર અને કર્મચારીઓ વિશે વિચારી રહ્યો છું.’

  આ પણ વાંચો: ભત્રીજાની હત્યા કરીને જેલ ગયો, 10 વર્ષની સજા કાપી, બહાર આવ્યો તો સાળીની હત્યા કરી

  પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને ટ્વીટ કરી કે, ‘લી-ઓન-સીથી બહુ જ ચોંકાવનારા અને ચિંતિત કરનારા સમાચાર આવી રહ્યા છે. મારી પ્રાર્થના સર ડેવિડ એમેસ અને અને તેમના પરિવાર સાથે છે.’ બ્રિટનના શિક્ષા મંત્રી નદીમ જહાવીએ લખ્યું કે, ‘સર ડેવિડને શ્રદ્ધાંજલિ. તમે સાઉથએન્ડ વેસ્ટના લોકોની સેવા અને પશુઓના કલ્યાણ બાબતે ચેમ્પિયન હતા.’
  Published by:Nirali Dave
  First published: