બ્રિટનના PM બોરિસ જોન્સન ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થશે નહીં- રિપોર્ટ

બ્રિટનના PM બોરિસ જોન્સન ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થશે નહીં- રિપોર્ટ
બ્રિટનના PM બોરિસ જોન્સન ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થશે નહીં- રિપોર્ટ

26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા

 • Share this:
  નવી દિલ્હી : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન (Boris Johnson) 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ સમારોહમાં (Republic Day)સામેલ થશે નહીં. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે બ્રિટનના પીએમે ભારતનો પ્રવાસ રદ કરી દીધો છે. તે 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે ભારત આવવાના હતા. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ ઝડપથી વધી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે વધી રહેલા કેસના કારણે આ નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ઝડપથી ફેલાઇ રહેલા ખતરા વચ્ચે બ્રિટનમાં સખત લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

  આ પ્રારંભિકના લૉકડાઉન જેવા કડક નિયમો સાથે લાગુ થશે અને સોમવાર રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. મંગળવારથી સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી રિમોટ સ્ટડી માધ્યમથી જ ચાલશે.  આ પણ વાંચો - 13 જાન્યુઆરીએ ભારતમાં લગાવવામાં આવી શકે છે કોરોના વાયરસની પ્રથમ વેક્સીન : સ્વાસ્થ્ય સચિવ

  બોરિસ જોન્સને આ ઘોષણાની સાથે જ લોકને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. લૉકડાઉનની ઘોષણાની સાથે હવે લોકોને ઘરની બહાર જવાનું લગભગ બંધ થઈ જશે અને માત્ર જરૂરી કામથી જ લોકો બહાર નીકળી શકશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ ફેબ્રુઆરી મધ્ય સુધી લાગુ રહી શકે છે. વડાપ્રધાન બોરિસ જોન્સને દેશને સંબોધિત કરતાં કહ્યું કે, જે રીતે સંક્રમણના કેસ વધી રહ્યા છે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. તેથી આપણે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવું જોઈએ.

  કોરોના વાયરસ મહામારીના કારણે આગામી મહિને રાજપથ પર ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણા ફેરફાર કરવાની સંભાવના છે. પરેડમાં ભાગ લેનાર ટુકડીઓના આકારને ઘટાડવામાં આવશે. પરેડની દૂરી ઓછી કરવામાં આવશે અને ઓછા લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
  Published by:Ashish Goyal
  First published:January 05, 2021, 19:11 pm

  ટૉપ ન્યૂઝ