Home /News /national-international /બેદરકારી: ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ગંદી વેબસાઈટ જોતો હતો શિક્ષક

બેદરકારી: ઓનલાઈન ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ગંદી વેબસાઈટ જોતો હતો શિક્ષક

ઓનલાઈન દરમિયાન શિક્ષક કરતો હતો આવા કાંડ

Viral News: વેબસાઈટ પર આ ટીચર મહિલાઓની સાથે ઈમેલ દ્વારા વાતચીત પણ કરતો હતો, સાથે જ તેમના એડલ્ટ ફોટો પણ માગતો હતો. સુનાવણીમાં જણાવ્યું છે કે, સ્કૂલે તેમના લેપટોપમાં મંજૂરી વગર રિમોટ મોનિટરિંગ કર્યું.

    Viral News: કોરોના વાયરસના સંક્રમણના કારણે ગત વર્ષે મોટા ભાગના દેશોની સ્કૂલો બંધ હતી. તેથી બાળકોના ક્લાસ પણ ઓનલાઈન થઈ રહ્યા હતા. પણ હવે આ વાયરસના સંક્રમણ પર બ્રેક લાગ્યો છે, તો તમામ સ્કૂલો ખુલી ગઈ છે. સાથે જ ગત વર્ષે શિક્ષકો ઓનલાઈન ક્લાસમાં શું કરી રહ્યા હતાં, તેની પોલ પણ ખોલાઈ રહી છે.આ જ ક્રમમાં બ્રિટેનમાંથી એક સ્કૂલ શિક્ષકનો ભાંડો ફુટ્યો છે. અહીં એક ટીચર બાળકોને ભણાવાની જગ્યાએ એડલ્ટ સાઈટ્સ ખોલીને બેઠી હતી.

    બ્રિટિશ અખબાર દ મિરરના જણાવ્યા અનુસાર, ગ્રામર ભણાવતી ટીચર ડેવિડ ચિડલો હવે સસ્પેન્ડ થઈ ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, ગત વર્ષે ફેબ્રુઆરી અને માર્ચની વચ્ચે સ્કૂલના અભ્યાસ દરમિયાન તેણે એક અશ્લીલ વેબસાઈટ પર મહિલાઓની પ્રોફાઈલને 74 વાર જોઈ હતી. સ્કૂલને શંકા ગઈ તો, તેના લેપટોપ પર નજર રાખવાનું શરુ કર્યું. સાથે જ સ્ટૂડેંટ્સ અને વાલીઓના પણ આ અંગે ફીડબેક લેવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: અજબ પ્રેમ કહાની : માલકીનને નોકર સાથે કર્યા લગ્ન, પ્રેમથી બંને એક-બીજાને બોલાવે છે સલમાન અને કેટરિના

    મહિલાઓની પ્રોફાઈલ જોતો હતો


    રિપોર્ટ અનુસાર, 59 વર્ષના આ ટીચર બિઝનેસ સ્ટડીઝ અને ઈકોનોમિક્સ ભણાવે છે. તે આ સ્કૂલમાં સપ્ટેમ્બર 2018થી કામ કરી રહ્યા છે. ચિડલોએ માન્યું છે કે, ઓનલાઈન ક્લાસ દરમિયાન એડલ્ટ સાઈટ્સ જોઈ રહ્યો હતો. તેણે કહ્યુ કે, તે માઈક્રસોફ્ટ ટીમ પર ક્લાસ લઈ રહ્યો હતો. આ દરમિયાન તે વચ્ચે અશ્લીલ વેબસાઈટ પર મહિલાઓની પ્રોફાઈલ જોતો હતો.


    મહિલાઓ પાસે માગ્યા હતા ફોટો


    ચિડલોએ સ્વિકાર કર્યુ છે કે, તે વેબસાઈટ પર મહિલાઓ સાથે ઈમેલ દ્વારા વાતચીત પણ કરતો હતો. સાથે જ તેમના એડલ્ટ ફોટો પણ માગતો હતો. સુનાવણીમાં જણાવ્યું છે કે, સ્કૂલે ચિડલોના લેપટોપની પૂર્વ જાણકારી વિના રિમોટ મોનિટરિંગ કર્યું. મે 2021માં એક ઔપચારિક અનુશાસનાત્મક સુનાવણી થઈ અને ચિડલોનો ઘોર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: BRITAIN, Online classes

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन