Home /News /national-international /British PM Rishi Sunak: 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચનાર પ્રથમ હિન્દુ પીએમ ઋષિ સુનક નાડાછડી પહેરેલા જોવા મળ્યા

British PM Rishi Sunak: 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચનાર પ્રથમ હિન્દુ પીએમ ઋષિ સુનક નાડાછડી પહેરેલા જોવા મળ્યા

ઋષિ સુનક કાંડે નાડાછડી બંધાવતા જોવા મળ્યા હતા.

British PM Rishi Sunak: બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનક 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમના પ્રથમ ભાષણ દરમિયાન પવિત્ર લાલ નાડાછડી પહેરેલા જોવા મળ્યા હતા. મંગળવારે કિંગ ચાર્લ્સ દ્વારા તેમને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વધુ જુઓ ...
લંડનઃ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડાપ્રધાન ઋષિ સુનક 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે તેમના પ્રથમ ભાષણ દરમિયાન કાંડા પર પવિત્ર લાલ રંગની નાડાછડી પહેરેલી જોવા મળ્યા હતા. મંગળવારે કિંગ ચાર્લ્સ દ્વારા તેમને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુનકને હિંદુ હોવાનો ગર્વ છે. ભાષણ દરમિયાન જ્યારે તેમણે ઉપસ્થિત લોકોનું અભિવાદન કર્યું ત્યારે તેમના હાથમાં નાડાછડી જોવા મળી હતી. કાંડા પર પહેરવામાં આવતી આ લાલ નાડાછડીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.

બધા હિન્દુઓ ધાર્મિક ઉદ્દેશ્યથી નાડાછડી પહેરતા હોય છે. આ દોરાનો ઉપયોગ દેવતાઓને વસ્ત્રો અર્પણ કરવા માટે પણ થાય છે. તે પૂજાનું અભિન્ન અંગ છે. ધાર્મિક માન્યતા અનુસાર, નાડાછડીને હાથમાં બાંધવાથી શત્રુઓ પર વિજય મળે છે અને અન્ય અનિષ્ટોથી રક્ષણ મળે છે. ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનકે બ્રિટિશ પીએમ બનતાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. તેઓ બ્રિટનના પીએમ બનનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ છે અને તેમની ઉંમર માત્ર 42 વર્ષની છે. તે પીએમ બનનાર સૌથી યુવા વ્યક્તિ પણ છે. બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે કહ્યુ હતુ કે, ‘બ્રિટનના પ્રથમ હિન્દુ પીએમની ચૂંટણી તે ઐતિહાસિક ક્ષણ છે. બ્રિટન માટે આ એક મોટો દિવસ છે. અમારી પાસે નવો પીએમ છે. તે યુવાન છે, તેના દાદા-દાદી ભારતમાંથી આવ્યા છે, તેના માતા-પિતા પૂર્વ આફ્રિકાથી આવ્યા છે, તે હિન્દુ છે.’

આ પણ વાંચોઃ શું ઋષિ સુનક ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરારની ઝડપ વધારશે?

સારા ભવિષ્યના નિર્માણ માટે કામ કરશેઃ સુનક


10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પોતાના પ્રથમ ભાષણમાં ઋષિ સુનકે કહ્યુ હતુ કે, ‘મને મારી પાર્ટીનો નેતા પસંદ કરવામાં આવ્યો છે. હું તમને વચન આપું છું કે હું સમાન માનવતા સાથે કામ કરીશ અને તમારા અને આવનારી પેઢીઓ માટે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે કામ કરીશ. હું મારા દેશને માત્ર શબ્દોથી જ નહીં પરંતુ મારા કામથી પણ એક કરીશ. મારી સરકાર એવી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરશે કે જે બ્રેક્ઝિટની તકોનો મહત્તમ ઉપયોગ કરે. હું આ ટેકો પૂરી ઇમાનદારીથી નિભાવીને કામ કરીશ.’
First published:

Tags: Rishi Sunak, United Kingdom

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો