Home /News /national-international /Queen Elizabeth Died: બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની ઉંમરે નિધન, પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા

Queen Elizabeth Died: બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની ઉંમરે નિધન, પ્રિન્સ ચાર્લ્સ રાજા બન્યા

Queen Elizabeth Died - બ્રિટનના મહારાની એલિઝાબેથનું નિધન

Queen Elizabeth Died: બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા

    લંડન : બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન (Queen Elizabeth Died)થયું છે. તેઓ 96 વર્ષના હતા. બ્રિટનના મહારાણીની તબિયત (Queen Elizabeth)થોડાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી. જાણકારી મહારાણી એલિઝાબેથ (Queen Elizabeth)ને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. આ જાણકારી બકિંઘમ પેલેસ દ્વારા આપવામાં આવી છે.

    બર્કિંઘમ પેલેસ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે ક્વિન એલિઝાબેથ હવે આ દુનિયામાં રહ્યા નથી. સ્થાનીય સમય પ્રમાણે બપોરે તેમનું નિધન થયું છે. આ પછી તરત તેમના પુત્ર અને પ્રિન્સ ચાર્લ્સને બ્રિટનના રાજા જાહેર કરવામાં આવ્યા છે. દુખના સમયમાં આખો શાહી પરિવાર એક સાથે સ્કોટલેન્ડમાં છે.



    આ પણ વાંચો - બ્રિટનના નવા વડાપ્રધાન લિઝ ટ્રસની નવી કેબિનેટની જાહેરાત, મુખ્ય ચાર પદમાં એકપણ શ્વેત વ્યક્તિ નહીં

    96 વર્ષીય મહારાણીની ગત વર્ષે ઓક્ટોબરમાં ઘણી વખત તબિયત ખરાબ થયા પછી સાજા થયા હતા. જોકે આ કારણે તેમને ચાલવા અને ઉભા થવામાં પરેશાની થતી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમને કોરોના થયો હતો. તેમાંથી સ્વસ્થ થયા પછી તેમની હાલત ઠીક રહેતી ન હતી.

    બીબીસીના રિપોર્ટ પ્રમાણે મહારાણી એલિઝાબેથના નિધન પછી શું થશે તેનો એક આખો પ્લાન બ્રિટનની સરકાર તરફથી બનાવવામાં આવ્યો છે. આ આખા પ્લાનને ઓપરેશન લંડન બ્રિજ કોડનેમ આપવામાં આવ્યું છે.

    ન્યૂઝરીડર્સ બ્લેક સૂટ પહેરશે


    બધા ન્યૂઝરીડર્સને બ્લેક સૂટ અને બ્લેક ટાઇ પહેરવી પડશે. બધા કાર્યક્રમો રોકી દેવામાં આવશે. બીબીસી 1, 2 અને 4ને રોકી દેવામાં આવશે. યૂકેની સંસદ સાથે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્દન આયરલેન્ડને સ્થગિત કરી દેવામાં આવશે. જો સંસદ યોજાઇ રહી નહીં હોય તો તેને બોલાવવામાં આવશે. બધી સરકારી વેબસાઇટ્સ પણ કાળા બેનર્સ સાથે રહેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: England, બ્રિટન

    विज्ञापन
    विज्ञापन