Home /News /national-international /

Boris Johnson resign: બોરિસ જોહ્નસન બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, કોણ બનશે નવા PM?

Boris Johnson resign: બોરિસ જોહ્નસન બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, કોણ બનશે નવા PM?

બોરિશ જ્હોન્સ ફાઈલ તસવીર

Britain Prime minister resign: ગુરુવારે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું (Boris Johnson resign) આપી દીધું છે. અગાઉ જ્હોન્સનના 50થી વધુ પ્રધાનો અથવા સહાયકોએ તેમનો પક્ષ છોડીને રાજીનામું આપ્યું હતું.

  લંડનઃ બ્રિટનના વડાપ્રધાન (Britain Prime minister) બોરિસ જોન્હસનને (Boris Jones) ગુરુવારે બ્રિટનના વડાપ્રધાન પદેથી રાજીનામું (Boris Johnson resign) આપી દીધું છે. અગાઉ જ્હોન્સનના 50થી વધુ પ્રધાનો અથવા સહાયકોએ તેમનો પક્ષ છોડીને રાજીનામું આપ્યું હતું.

  તેઓ આખરે કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) ના નેતા તરીકે રાજીનામું આપવા સંમત થયા, દેશમાં અભૂતપૂર્વ રાજકીય કટોકટીનો (Political crisis in Britain) અંત આવ્યો. હવે પાર્ટીના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. જે નવા વડાપ્રધાન હશે.

  જોન્હસન, 58, કન્ઝર્વેટિવ પાર્ટીના સંમેલનમાં નવા નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી 10 ડાઉનિંગ સ્ટ્રીટનો હવાલો સંભાળશે. પાર્ટીનું સંમેલન ઓક્ટોબરમાં યોજાનાર છે. ઘણા દિવસોની રાજકીય ગતિવિધિઓ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

  આ પણ વાંચોઃ-CM Bhagwant Mann marriage: BJP નેતા બગ્ગાએ CM ભગવંત માનને આપી અનોખી ભેટ : ગિફ્ટની કિંમત જાણી ચોંકી જશો

  મંગળવારથી જ્હોન્સનની કેબિનેટના કેટલાક સભ્યોએ રાજીનામું આપી દીધું છે. દેશના નવા નાણામંત્રી નદીમ જહાવીએ જોન્સનના રાજીનામાની માંગ કરી હતી. જ્હોન્સને તેમને નવા નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા, જેના 36 કલાક પછી તેમણે આ માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે બોરીસ જોહ્નસનના રાજીનામા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બની શકે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Boris johnson, UK PM Boris Johnson, World news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन