બ્રિટન : પાર્ટીમાં વિરોધ વચ્ચે બોરિસ જોહ્નસન (boris johnson) પર દબાણ વધતા રાજીનામુ આપવાનો વારો આવ્યો છે. બોરિસ પર દબાવ અને અન્ય મંત્રીઓની નારાજગી અને રાજીનામાંની (resign) શરૂઆત 5 જુલાઈથી શરૂ થઇ હતી. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક (Rushi Sunak) , આરોગ્ય પ્રધાન સાજિદ વાજિદ સહિતનાઓએ રાજીનામુ આપી દેતા રાજકીય સંકટ સર્જાયું હતું. સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના (Conservative Party) ચાર મંત્રીઓએ અતિયાર સુધીમાં રાજીનામુ આપી દીધું છે. સુનક અને સાજિદ વાજિદ ઉપરાંત સિમોન હાર્ટ અને બ્રાન્ડન લેવિસ પણ આમાં સામેલ છે.
પ્રધાનમંત્રીની રેસ માં ઋષિ સુનક પહેલી પસંદગી :
બોરીશ સરકારમાં નાણામંત્રી રહી ચૂકેલા સુનક નવા પ્રધાનમંત્રીની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેઓ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક અને નારાયણ મૂર્તિના જમાઈ છે. સુનક 2020 માં ઇતિહાસ રચી પોતે મંત્રી બન્યા હતા. થોડા સમય પેહલા એક ટોચના બુકીએ ભવિષ્યવાણી કરી હતી કે, બોરીશ જલ્દી જ રાજીનામુ આપશે અને ઋષિ સુનક નવા પ્રધાનમંત્રી બનશે.
કોણ કોણ છે રેસમાં :
સુનક ઉપરાંત પેની મોર્ડોન્ટ, બેન વોલેસ, સાજિદ વાજિદ, લિઝ ટ્રુસ અને ડોમિનિક રાબના નામ પણ વડાપ્રધાન બનવાની આ રેસમાં સામે આવ્યા છે.
ઋષિ સુનકનો તુકો પરિચય :
ઋષિના માતા-પિતા ભારતીય મૂળના જ છે અને તેઓ 1960ની સાલમાં બ્રિટનમાં વસવાટ કરવા માટે આવ્યા. 12 મે 1980 ના રોજ બ્રિટનમાં ઋષિ સુનકનો જન્મ થયો. તેમના પિતા ડોક્ટર હતા અને માતા દવાખાનું ચલાવતા હતા. ત્રણ ભાઈ બહેનોમાં ઋષિ સૌથી મોટા છે.
ઋષિ સુનકના અભ્યાશ, કારકિર્દી વિષે :
તેમને વિન્ચેસ્ટર કોલેજ માંથી રાજનીતિ વિજ્ઞાનનો અભ્યાશ કર્યો, ત્યારબાદ ઓક્સફર્ડ માંથી ફિલોસોફી અને ઇકોનોમિક્સનો અને સ્ટેનફર્ડ માંથી એમબીએ નો અભ્યાશ કર્યો. રાજનીતિમાં પ્રવેશ પેહલા 1 અબજ પાઉન્ડ ની વૈશ્વિક રોકાણ કંપનીની સ્થાપના કરી હતી.
રાજકીય સફર :
2015 માં પહેલી વખત સંસદમાં પહોંચ્યા. તત્કાલીન પ્રધાનમંત્રી ટેરીજા મે ના મંડળમાં જુનિયર મંત્રી તરીકે કામ કર્યું અને ત્યારથીજ પોતાનું કદ વધતું ગયું.
ઋષિ સુનકની લોકપ્રિયતા અને સિદ્ધિઓ :
તેમની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી હતી અને તેઓ હંમેશા સરકારનો ચેહરો બનીને ઉભરી આવ્યા સાથો સાથ મોટા ભાગની પ્રેસ કોંફ્રન્સ પોતેજ કરવા લાગ્યા. કોરોના સમયમાં બ્રિટનને આર્થિક તંગી માંથી ઉગારવા માટે ખુબ મહેનત કરી હતી. જેનાથી તેની લોકપ્રિયતા ખુબજ વધી હતી.
અમુક રિપોર્ટ અને માહિતીના આધારે તેઓને કેટલાક વિવાદોનો પણ સામનો કરવાનો વારો આવ્યો હતો. તેઓ ભારત માટે પણ ઘણી સારી વિચાર સરણી અને આદરની નજર રાખે છે. ભારત સાથેના સારા સંબંધ બાબતે પણ ઘણી વાર વાત કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર