લોકડાઉનમાં જ્યારે દાદી-નાની માટે એક માએ અપનાવ્યો અનોખો આઇડિયા, થયો Viral

લોકડાઉનમાં જ્યારે દાદી-નાની માટે એક માએ અપનાવ્યો અનોખો આઇડિયા, થયો Viral
પ્રતિકાત્મક તસવીર

દાદા-દાદીને પ્રેમથી બથ ભરવાનો અનોખો આઇડિયા.

 • Share this:
  પુરી દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ની માર સહન કરી રહી છે. કોરોના સંક્રમણથી બચવા માટે સોશ્યલ ડિસ્ટેંસિંગ (Social Distancing)ના કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. પણ સોશિયલ ડિસ્ટેંસિંગના કારણે પરિવારના અનેક લોકો પોતાના પૌત્ર પૌત્રીઓને મળી નથી શકતા. પ્રેમથી બથ નથી ભરી શકતા પણ આ તમામ મુશ્કેલીઓ સામે એક મમ્મીએ જોરદાર આઇડિયા વાપર્યો છે. એક માંએ તેમના બાળકો માટે નાના-નાની (Grand Parents) તેમને ગળે લગાવી શકે તે માટે અનોખી રીત શોધી કાઢી છે.

  કોરોના કારણે મોટી ઉંમરના લોકોને સાવચેતી રાખવાની વધુ જરૂર છે. પણ પોત્ર પૌત્રીથી દૂર રહેતા આ વયોવુદ્ધોને તેમના નાના ભૂલકાંઓની યાદ બહુ આવે છે. અને બાળકોને પણ તેમના દાદા દાદી કે નાની નાનાની યાદ આવે છે. બાળકો માટે તે સમજવું બહુ મુશ્કેલ થઇ રહ્યું છે કે પહેલાની જેમ તે કેમ દાદા દાદી કે નાના નાનીને ગળે નથી વળગી શકતા. ત્યારે મિરરમાં છપાયેલી ખબર મુજબ લૉરેન ડોરિસ નામની એક મહિલાએ તેના બાળકો તેના નાના-નાનીને ગળે વળગી શકે તે માટે એક પ્લાસ્ટિકની શીટ્સ તૈયાર કરી છે. કોઇ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટની જેમ જ લોરેન ડોરિસે નાના નાનીના ઘરના દરવાજાને પ્લાસ્ટિકની ચાદરનો પડદો બનાવ્યો. અને તેમાં બાળકોને ગળે મળવા બે હાથનો રસ્તો ખુલ્લો રાખ્યો. અને પછી આ હાથના રસ્તા પર પ્લાસ્ટિકના હેલ્ડ ગ્લવ્સ લગાવી દીધા. જેથી બાળકો અને નાના નાની એક બીજાને પ્રેમથી ગળે લગાવી શકે. લૉરેન ડોરિસ તેનો ટિકટોક વીડિયો પણ બનાવ્યો છે. જેને જોઇને લોકો રડી પડ્યા.  લૉરેન ડોરિસે વીડિયોમાં લખ્યું કે મે આને તે માટે બનાવ્યું છે કે મારા માતા-પિતા તેમના લાડકાં મારા બાળકોને ગળે લગાવી શકે. ડૉરિસેના આ આઇડિયાને અનેક લોકો અપનાવી રહ્યા છે.


  ઉલ્લેખનીય છે કે લૉરેન ડોરિસના આ ટિકટૉક વીડિયોને પોસ્ટ કરતા જ તેને લાખો વ્યૂ મળ્યા છે. અને કૉમેન્ટ પણ. અનેક લોકોએ આ અદ્ધભૂત આઇડિયા શેર કરવા માટે તેનો આભાર માન્યો છે. તો બીજા કેટલાક લોકોએ આ પ્રકારનો જ વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે.

  એટલું જ નહીં એક 10 વર્ષની બાળકીએ પોતાના દાદા દાદીને ગળે લગાવવા માટે દરવાજા પર એક પ્લાસ્ટિક શીટનો પરદો તૈયાર કર્યા છે.
  કૈલિફોર્નિયના પેગે ઓકરે નામની 10 વર્ષીય બાળકીએ પણ ઓનલાઇન વીડિયો જોઇને આ ડિઝાઇન તૈયાર કરી છે. જેનાથી બંને બાળક અને દાદા દાદી કે નાના નાની કોરોના જોખમ વગર તેમના પોત્ર કે પૌત્રીને ગળે લગાવી શકે.
  First published:May 16, 2020, 13:21 pm

  टॉप स्टोरीज