Home /News /national-international /UKમાં 50થી વધુ ભારતીય વિદ્યાર્થિનીઓને બનાવાયા 'ગુલામ'! હાઈ કમિશને આપી મદદની ખાતરી

UKમાં 50થી વધુ ભારતીય વિદ્યાર્થિનીઓને બનાવાયા 'ગુલામ'! હાઈ કમિશને આપી મદદની ખાતરી

UKમાં ભારતીય વિદ્યાર્થિનીઓને બનાવાયા 'ગુલામ'!

આશંકા વ્યક્ત કરતા ભારતીય હાઈ કમિશને (High Commission) કહ્યું કે, યુનાઈટેડ કિંગડમમાં (United Kingdom) લગભગ 50 ભારતીય વિદ્યાર્થીઓને આધુનિક ગુલામ બનાવવામાં આવ્યા છે અને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં યુકેની તપાસ એજન્સીએ 5 લોકોને આરોપી બનાવ્યા છે.

વધુ જુઓ ...
લંડન: ભારતમાંથી યુનાઇટેડ કિંગડમ (United Kingdom) પહોંચેલા 50 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ આધુનિક ગુલામીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. આ સંબંધમાં ભારતીય હાઈ કમિશને (High Commission) મદદની ખાતરી આપી છે અને ટ્વીટ દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનનું કહેવું છે કે, અમને આશંકા છે કે આ ભારતીય વિદ્યાર્થીઓનું શોષણ થયું છે, અમે તેમને તમામ મદદ કરવા તૈયાર છીએ. તેઓ તરત જ અમારો સંપર્ક કરે છે. આ કેસમાં, યુનાઇટેડ કિંગડમ સરકારની તપાસ એજન્સી ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, તેને 5 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાંથી આદેશ મળ્યા છે.

આ પણ વાંચો:  ખાંડ અને કેરોસીનને કારણે જૂનાગઢ શિવરાત્રીનો મેળો થયો હતો રદ, જાણો આ 5 વર્ષ ન યોજાયો મેળો

તપાસ એજન્સીનું કહેવું છે કે, 50થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને આધુનિક ગુલામ અને શ્રમિકોના શોષણની આશંકા છે. નોર્થ વેલ્સમાં કેર હોમ્સમાં કામ કરવા માટે ભરતી કરાયેલા પાંચ લોકો વિશે શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ લોકોએ ગરીબ ભારતીયોની ભરતી કરી અને પછી તેમનું શોષણ કરવાનું શરૂ કર્યું છે. આ લોકો પાસેથી ઘણું કામ લીધું છે, પરંતુ તેમને પગાર અને અન્ય બાબતોથી દૂર રાખ્યા છે. આ લોકોએ આવા વિદ્યાર્થીઓને આધુનિક ગુલામ બનાવી રાખ્યા હતા. આ અંગે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. આરોપીઓને સ્લેવરી એન્ડ ટ્રાફિકિંગ રિસ્ક ઓર્ડર (STO) આપવામાં આવ્યો છે.


આરોપીઓ કેરળના છે, પૂછપરછ ચાલી રહી છે

આ 5 ધરપકડ કરાયેલા લોકોમાં મેથ્યુ આઇઝેક (32), જીનુ ચેરીયન (30), એલ્ધોસ ચેરીયન (25), એલ્ધોસ કુરીયાચાન (25) અને જેકબ લિજુ (47)નો સમાવેશ થાય છે. આ તમામ મૂળ કેરળના છે. મેથ્યુ ઈસાક અને જિનુ ચેરિયન પતિ-પત્ની છે અને તેઓએ જ બધી ગડબડી સર્જી હતી. તેઓ રજિસ્ટર્ડ રિક્રુટમેન્ટ એજન્સી એલેક્સ કેર સોલ્યુશન્સ દ્વારા કામદારોને સપ્લાય કરતા હતા. આરોપ છે કે, તેઓ ભારતીય વિદ્યાર્થીઓને યોગ્ય રીતે પૈસા ચૂકવતા ન હતા.
First published:

Tags: Crime news, Indian Student