સેક્સ સ્લેવ બનાવવા થયું બ્રિટનની આ ગ્લેમરસ મોડલનું અપહરણ!

ક્લો એલિંગ

પહરણકારો તેની પાસે ડુપ્લિકેટ ફોટોગ્રાફર્સ બનીને આવ્યા હતા.

 • Share this:
  લંડનઃ બ્રિટનની ગ્લેમરસ મોડલ ક્લો એલિંગને થોડા દિવસ પહેલા કિડનેપ કરી લેવામાં આવી હતી. અપહરણકારો તેને સેક્સ સ્લેવ બનાવીને રૂ. 20 કરોડમાં વેચવાના હતા. એક બાળકની માતા એવી આ મોડલે અપહરણકારોની પકડમાંથી છૂટ્યા બાદ આપવીતી જાણાવી છે. એલિંગે જણાવ્યું કે, મિલાનથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણકારો તેની પાસે ડુપ્લિકેટ ફોટોગ્રાફર્સ બનીને આવ્યા હતા. બાદમાં તેને ઇન્જેક્શન આપીને બેભાન કરી દેવામાં આવી હતી. બેભાન થયા બાદ તેને એક મોટા સુટકેસમાં બંધ કરીને કારની ડિક્કીમાં નાખીને લઈ ગયા હતા.

  એલિંગે પોતાની આતવીતી વર્ણવતા કહ્યું હતું કે, 'કાળા કપડાં પહેરનાર એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને એક હાથથી તેણે મારું ગળું પકડ્યું હતું અને બીજા હાથ વડે મારું મોઢું બંધ કરી દીધું હતું. આ દરમિયાન તેના એક સાથીએ મારા હાથ પર ઇન્જેક્શન મારી દીધું હતું. બાદમાં હું કદાચ બેભાન બની ગઈ હતી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું એક કારની ડિક્કીમાં એક સુટકેસમાં બંધ હતી. બેગમાં એક નાનું કાણું હતું જેનાથી હું બહાર જોઈ શકતી હતી. આનાથી જ મને માલુમ પડ્યું હતું કે હું કારની ડિક્કીમાં છું.'

  ઇટાલીના એક વર્તમાનપત્રમાં છપાયેલી આપવીતીમાં એલિંગે કહ્યું હતું કે, 'થોડા સમય સુધી તો તેને કંઈ ખબર જ ન પડી કે તે અહીં કેવી રીતે આવી છે. મારા મોઢા પર ટેપ મારી દેવામાં આવી હતી. હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. તેને કદાચ ઉત્તર ઇટાલીના તુરીન પાસે એક વેરાન ગામ બોર્ગિયાલમાં લઈ જવામાં આવી હતી.'

  તેણે જણાવ્યું કે, 'અપહરણ બાદ અપહરણકારો મને ઇન્ટરનેટની બ્લેક દુનિયામાં સેક્સ સ્લેવ તરીકે રૂ. 20 કરોડમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ જ્યારે તેને ખબર પડી કે હું એક બાળકની માતા છું અને એક બાળકની માતાનું અપહરણ કરવું એ બ્રિટનમાં મોટો ગુનો બને છે ત્યારે તેમણે મને ધમકી આપી હતી.'

  અપહરણકારોઓ એલિંગને એક મહિનાની અંદર બિટકોઈન્સમાં 50 હજાર ડોલરની ખંડણી આપવાની વાત કરી હતી. આવું ન કરતા હત્યા કરી દેવાની ધમકી આપી હતી. બે દિવસ ગાયબ રહ્યા બાદ તેના એજન્ટે પોલીસને જાણ કરી હતી. પોલીસે કેમ પણ કરીને મોડલને છોડાવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: