બ્રિટનમાં સોમવારથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનથી મુક્તિ, નિષ્ણાંતોએ આપી ચેતવણી

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન (તસવીર- AP)

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ તમામ પ્રતિબંધ 19 જુલાઈના રોજ દૂર થઈ જશે

  • Share this:
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને (Boris Johnson) સોમવારે જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ (Covid-19) સાથે જોડાયેલ તમામ પ્રતિબંધ 19 જુલાઈના રોજ દૂર થઈ જશે. એનએચકે વર્લ્ડના રિપોર્ટ અનુસાર બોરિસ જોનસને રિપોર્ટર્સને જણાવ્યું કે સાર્વજનિક સ્થળો પર માસ્ક (Mask) પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના નિયમોનું પાલન કરવું હવે જરૂરી નથી.

બોરિસ જોનસને (Boris Johnson) જણાવ્યું કે કોરોનાની રસીથી કોરોનાના ગંભીર લક્ષણો ઉત્પન્ન થતા નથી. એનએચકે વર્લ્ડના રિપોર્ટ અનુસાર બોરિસ જોનસને જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાના આંકડામાં અને મૃત્યુના આંકડામાં વધારો થઈ શકે છે. પરંતુ ગયા વર્ષ કરતા આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળશે. આ કારણોસર હવે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જરૂરી નથી.

આ પણ વાંચો, Travel Advisory: થર્ડ કન્ટ્રી રૂટ પરથી કેનેડા જઈ શકશે ભારતીય પ્રવાસીઓ, માનવી પડશે આ શરતો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને લોકોને સાવધાની રાખવા અને વ્યક્તિગત જવાબદારીઓ સાથે કામ કરવાનો આગ્રહ કરતા જણાવ્યું કે વૈશ્વિક મહામારી હજુ સુધી ગઈ નથી. બોરિસ જોનસને જણાવ્યું કે, “સોમવારે 19 જુલાઈથી આપણે તાત્કાલિક સામાન્ય જનજીવનમાં ફરી ન આવી શકીએ. અધિકારીઓએ જણાવ્યું કે સરકાર આશા રાખે છે કે લોકો ભીડભાડ વાળા ક્ષેત્રોમાં માસ્ક પહેરે.”

નિષ્ણાંતોએ આપી ચેતવણી

એનએચકે વર્લ્ડના રિપોર્ટ અનુસાર સરકારે આ નિર્ણય જાહેર કરતા નિષ્ણાંતોએ ચેતવણી આપતા કહ્યું કે, જ્યારે વાયરસ ફેલાતો હોય તો આ પ્રતિબંધને દૂર કરવાથી કોરોના ફેલાવવાનું જોખમ વધી શકે છે. અત્યારે ડેલ્ટા વેરિએન્ટ ખૂબ જ ફેલાઈ રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના દૈનિક 30 હજારથી વધુ કેસ સામે આવે છે.

આ પણ વાંચો, ‘Drone Rules 2021’નો ડ્રાફ્ટ તૈયાર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જનતા પાસેથી માંગ્યા સૂચનો



સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાના અનેક કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં રસીકરણ અભિયાનને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રિટનમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ તેમ છતા 19 જુલાઈથી કોરોનાના નિયમો ઉઠાવવામાં આવશે. કોરોના સામે રસીકરણ જ એક ઈલાજ છે.
First published: