લોર્ડ માઉન્ટબેટનની ડાયરી સાર્વજનિક નહીં કરે UK, ભારતના મહત્ત્વના રહસ્ય ખુલવાનો ડર?

લોર્ડ માઉન્ટબેટનની ડાયરી-એડવિનાના પત્રોને બ્રિટન સાર્વજનિક નહી કરે. (ફાઇલ તસવીર)

લેખક એન્ડ્રયૂ લોવનીનું કહેવું છે કે બ્રિટિશ સરકારને ભારતના ભાગલા અને એડવિનાના રહસ્ય ખુલવાનો ડર લાગી રહ્યો છે

  • Share this:
    લંડન. બ્રિટનની સરકાર (Government of Britain)એ ફરી એક વાર ભારતના અંતિમ વાયસરોય લોર્ડ માઉન્ટબેટન (Lord Mountbatten) અને તેમની પત્ની એડવિના માઉન્ટબેટન (Edwina Mountbatten)ની ડાયરીઓ અને પત્રોને સાર્વજનિક કરવાનો ઇન્કાર કરી દીધો છે. બ્રિટિશ લેખક એન્ડ્રયૂ લોવની (Andrew Lownie) ચાર વર્ષથી તેને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અઢી લાખ પાઉન્ડ ખર્ચ કરી ચૂક્યા છે. પરંતુ ફરી એક વાર તેમને નિષ્ફળતા હાથ લાગી છે. બ્રિટિશ કેબિનેટ (British Cabinet) અને સાઉથહેમ્પટન યુનિવર્સિટી (Souththampton University)એ તેમની અપીલને ફગાવી દીધી છે.

    બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. લેખકનું માનવું છે કે ડાયરી અને પત્રોથી ભારતના વિભાજન અને એડવિનાના સંબંધોને લઈને અનેક પ્રકારના રહસ્ય ખુલી શકે છે. તેથી બ્રિટિશ સરકાર તેને સાર્વજનિક નથી કરી રહી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે લોર્ડ માઉન્ટબેટનની ડાયરી અને એડવિનાના કેટલાક પત્રોને 2010માં દેશ માટે સુરક્ષિત કરી દેવામાં આવ્યા હતા. તેને સાઉથહેમ્પટન યુનિવર્સિટીએ પ્રાપ્ત કરીને પોતાના આર્કાઇવમાં રાખ્યા છે.

    આ પણ જુઓ, આવી રીતે ચૂપચાપ ઈંડા ચોરી રહ્યો હતો પોલીસ હેડ કોન્સ્ટેબલ, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ

    2017માં માઉન્ટબેટન પર પુસ્તક લખનારા લેખક લોવની આ વર્ષથી જ આ ડાયરી અને પત્રોને મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. માહિતીની સ્વતંત્રતા (FOI) હેઠળ અપીલ અને માહિતી કમિશ્નર કચેરી તરફથી તેને સાર્વજનિક કરવાના આદેશ હોવા છતાં તેમને સફળતા નથી મળી.

    આ પણ વાંચો, 12 રૂપિયામાં મળશે 2 લાખની આ સુવિધા! મોદી સરકારની આ યોજનાનો કેવી રીતે ઉઠાવશો લાભ?



    યુનિવર્સિટીનું કહેવું છે કે સરકારે આદેશ આપ્યો છે કે તેમના આદેશ વગર આ પેપર્સને સાર્વજનિક ન કરવામાં આવે. લોવનીનું કહેવું છે કે તેમનાં ચોક્કસપણે ખૂબ રસપ્રદ છે. તેમનું માનવું છે કે આ દસ્તાવેજ શાહી પરિવાર અને ભારતના વિભાજનને લઈ અનેક રહસ્ય ખોલી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: