Home /News /national-international /ઘર ફુટે ઘર જાય! બ્રિટેનમાં લીઝ સરકાર પાડવાનું ષડયંત્ર, ગૃહમંત્રીએ કર્યો મોટો ખુલાસો

ઘર ફુટે ઘર જાય! બ્રિટેનમાં લીઝ સરકાર પાડવાનું ષડયંત્ર, ગૃહમંત્રીએ કર્યો મોટો ખુલાસો

liz truss (ફાઈલ ફોટો)

બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને મંગળવારે કંઝર્વેટિવ પાર્ટીના પોતાના સહયોગીઓ પર પ્રધાનમંત્રી લિઝ ટ્રસ વિરુદ્ધ તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

    લંડન: બ્રિટનના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેને મંગળવારે કંઝર્વેટિવ પાર્ટીના પોતાના સહયોગીઓ પર પ્રધાનમંત્રી લિઝ ટ્રસ વિરુદ્ધ તખ્તાપલટનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આ ષડયંત્રને લઈને પ્રધાનમંત્રીને ઉચ્ચ આવક વર્ગ પર ખૂબ જ ઉંચા દરમાં કાપની યોજનાના પાછી લેવી પડી. અહીં ઉલ્લેખનિય છે કે, બ્રિટનની સરકારનો વિવાદ ચગ્યા બાદ ગત મહિને ઘોષિત કરેલા કર કપાત પેકેજની એ જોગવાઈઓને પાછી લેવાની ઘોષમા કરી છે. જેમાં ઉચ્ચી આવકવાળાના દરમાં કાપ મુકવાની વાત કહેવામાં આવી હતી.

    આ પણ વાંચો: વિજયાદશમી: ભારતની અર્થવ્યવસ્થા સુધરી, યુદ્ધમાં ભારતના વલણના થાય છે વખાણ- મોહન ભાગવત

    બર્મિંઘમમાં પાર્ટીના વાર્ષિક સંમેલનના અવસરે ભારતીય મૂળની કેબિનેટ મંત્રીએ કહ્યું કે, ટોરી સાંસદોએ પોતાના નવા નેતાની પાછળ એકજૂટ થઈને ઊભા રહેવું જોઈએ. બ્રેવરમૈને કહ્યું હતુ કે, હું ખૂબ જ નિરાશ છું કે, અમારા પોતાના સંસદીય દળના સાથીએ પ્રભાવી રીતે ઉથલ પાથલની અને બિન વ્યવહારીક રીતે પ્રધાનમંત્રીના અધિકારમાં કાપ કર્યો છે. તેમણે કહ્યુ કે, અમે એક પાર્ટી છીએ અને પ્રધાનમંત્રી ચૂંટાયા છે. તેમણે પોતાના વચનો પર ખરાં ઉતારવા માટે તેમને જનાદેશ મળ્યો છે.



    આપને જણાવી દઈએ કે, સુએલ બ્રેવરમેનનો બચાવ એક દિવસ બાદ આવ્યો છે. જ્યારે સરકારને પાર્ટી રેંકોની અંદરથી વિદ્રોહને રોકવા માટે આગામી એપ્રિલથી 45 પેંસ આવક દરના પ્રસ્તાવિત કાપના નિર્ણયને પાછો લેવો પડ્યો હતો. ગૃહમંત્રી બ્રેવરમેને આગામી આર્થિક તોફાનની વચ્ચે ટ્રસ અને યૂકેના ચાંસેલર ક્વાસી ક્વાર્ટેંગ દ્વારા પાછી લેવામાં આવેલી નીતિ પર નિરાશા વ્યક્ત કરી, પણ કહ્યુ કે, તેમણે એ કારણોનો સ્વિકાર કર્યો છે. સોમવારે બર્મિંઘન સંમેલનમાં એક યુવા પરંપરાવાદી કાર્યક્રમમાં મંત્રીએ દેશના વિકાસની જરૂરિયાતોને પુરી કરવા માટે યૂકેમાં આવનારા વિદેશી છાત્રોની સંખ્યામાં કાપની સંભાવના તરફ ઈશારો કર્યો છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: BRITAIN

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन