લગ્નના ચાર દિવસ બાદ જ પતિએ પત્નીની કરી હત્યા, લાશ સૂટકેસમાંથી મળી

પ્રતીકાત્મક તસવીર

આ કપલે જાન્યુઆરી 2020માં સગાઈ કર્યા પછી મહિનાઓ સુધી લગ્નનું આયોજન કર્યું હતું.

 • Share this:
  બ્રિટનમાં એક વરરાજા પર દુલ્હન (Groom Killed Bride)ની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. લગ્નના ચાર દિવસ બાદ દુલ્હનની લાશ (bride dead body) સૂટકેસમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે દુલ્હનના પતિની ધરપકડ (Husband arrested) કરી છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

  ખેતરમાં હતી સૂટકેસ

  'ધ સન યુકે' અનુસાર, 52 વર્ષીય મહિલા ડોન વોકર અને 45 વર્ષીય થોમસ નટના બુધવારે લગ્ન થયા હતા. પરંતુ લગ્નના ચાર દિવસ બાદ વોકરની લાશ એક ખેતરમાંથી મળી આવી હતી. સૂટકેસની અંદરથી ડોન વોકરનો મૃતદેહ મળી આવ્યો હતો. કથિત રીતે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

  વોકરને અગાઉના સંબંધથી બે બાળકો હતા

  લગ્નમાં આવેલા મહેમાનોએ જણાવ્યું હતુ કે, આ કપલે જાન્યુઆરી 2020માં સગાઈ કર્યા પછી મહિનાઓ સુધી લગ્નનું આયોજન કર્યું હતું. છેવટે ગયા બુધવારે રજિસ્ટ્રી ઑફિસમાં તેઓએ લગ્ન કર્યા, જેમાં બંનેના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. વોકરને અગાઉના સંબંધથી બે બાળકો હતા.

  વેસ્ટ યોર્કશાયર પોલીસના પ્રવક્તાએ કહ્યું: "અમે પુષ્ટિ કરીએ છીએ કે, હેલિફેક્સમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હત્યાની શંકાના આધારે 45 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે.

  દુલ્હનની ફાઇલ તસવીર


  આંધ્રપ્રદેશમાં પણ આવી ઘટના ઘટી હતી

  આવી જ એક ઘટના આંધ્રપ્રદેશના તિરુપતિમાં સામે આવી હતી. મહિલાની સળગેલી સ્થિતિમાં મળેલી લાશની ઓળખ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, 27 વર્ષની આ મહિલાનું નામ ભુવનેશ્વરી છે. તે હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર હતી અને કોગ્નિઝેન્ટ કંપનીમાં કામ કરતી હતી. મહિલાની હત્યા તેના પતિએ જ કરી હતી. પતિ મારમરેડ્ડી શ્રીકાંત રેડ્ડીએ બધાને જણાવ્યું હતું કે, તેની પત્નીનું કોરોનાથી મોત થઈ ગયું છે. આ કપલ 18 મહિનાની દીકરીની સાથે તિરુપતિમાં રહેતું હતું. કોરોનાને કારણે ભુવનેશ્વરી ઘરમાંથી કામ કરતી હતી. શ્રીકાંત પોતે પણ એન્જિનિયર છે અને એક ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલો હતો. જોકે છેલ્લા કેટલાંક મહિનાથી તે બેકાર હતો. એક CCTV ફૂટેજમાં મહિલાનો પતિ પોતાના એપાર્ટમેન્ટના કેમ્પસમાં લાલ સૂટકેસની સાથે જોવા મળ્યો હતો. થોડીવાર પછી તે એને બહાર લઈ જતો દેખાયો.

  આ પણ વાંચો- અમદાવાદમાં ડબલ મર્ડરની ઘટના, ધનતેરસના દિવસે લૂંટના ઇરાદે વૃદ્ધ દંપતીની હત્યા

  આ દરમિયાન એક હાથથી તેને પોતાની દીકરીને ઊંચકી હતી, જ્યારે બીજા હાથમાં સૂટકેસને ધક્કો મારી રહ્યો હતો. આ સીસીટીવી પરથી પતિના ચહેરા પરથી નકાબ ઉતર્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: