રશિયા યુક્રેન યુદ્ધને પગલે બ્રિટનમાં મંદી (Recession in Britain)ની દહેશત જોવા મળી રહી છે. લોકોને બે ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ થઈ ગયું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR) મુજબ આ વર્ષે યુકેમાં મંદી રહેશે
રશિયા અને યુક્રેન (Russia-Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ કિંમત (Crude oil price) ટોચ પર પહોંચી ગઈ છે. આનાથી ઘણા દેશોમાં ફુગાવાના દાયકાઓનો રેકોર્ડ તૂટી ગયો છે. યૂકેમાં મોંઘવારી દર 30 વર્ષની ટોચ પર પહોંચી ગયો છે. તેના કારણે લોકોને બે ટંકની જમવાનું મળવું પણ મુશ્કેલ બની ગયું છે. યુદ્ધના કારણે હવે બ્રિટનમાં મંદી (Recession in Britain)ની દહેશત જોવા મળી રહી છે. એક નવા સંશોધન અનુસાર, આગામી એક વર્ષમાં લગભગ 15 લાખ પરિવારો ફૂડ અને એનર્જી બિલ ચૂકવવાની સ્થિતિમાં નહીં હોય. ફુગાવો અને ઊંચા ટેક્સના કારણે તેમનું બજેટ બગડી ગયું છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR) મુજબ આ વર્ષે યુકેમાં મંદી રહેશે. આ સ્થિતિથી લોકોને બચાવવા માટે તેણે નાણામંત્રી ઋષિ સુનકને વધુ પગલાં લેવા અપીલ કરી છે. નાણા મંત્રાલયનું કહેવું છે કે, સરકાર લોકોને દરેક સંભવ મદદ કરી રહી છે. NIESRએ બ્રિટનની અર્થવ્યવસ્થા બાબતે પોતાના તાજા ત્રિમાસિક અંદાજમાં કહ્યુ કે મોંઘવારીની સૌથી વધુ અસર ગરીબ પરિવારો પર પડી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે, થોડા જ મહિનામાં મોંઘવારી 10 ટકા સુધી પહોંચી શકે છે.
મંદીનો ભય તોળાયો
BBCના અહેવાલ અનુસાર, NIESRએ કહ્યું કે, સરકારે મેથી ઓક્ટોબરની વચ્ચે દર અઠવાડિયે યુનિવર્સલ ક્રેડિટમાં 25 પાઉન્ડનો વધારો કરવો જોઈએ. આનાથી સરકાર પર 1.3 અબજ પાઉન્ડનો બોજ પડશે. જો તેમને આ ટેકો આપવામાં નહીં આવે તો તેનાથી દેશમાં ગરીબી વધશે. જેના કારણે લાખો પરિવારોના જીવ જવાની શક્યતા ઉભી થશે. NIESR અનુસાર, 2022માં ફુગાવો 7.8 ટકા રહેશે અને તે 2024 સુધીમાં ત્રણ ટકાથી ઉપર રહેશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બે ટકા ફુગાવાનો ટાર્ગેટ રાખ્યો છે.
2022માં 3.5% વૃદ્ધિ દરનો અંદાજ
NIESR દ્વારા 2022માં આર્થિક વૃદ્ધિ દર 3.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત થયો છે, પરંતુ વર્ષના છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો થઈ શકે છે. આનાથી યુકેની અર્થવ્યવસ્થા મંદીમાં જશે. સતત બે ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં થયેલા ઘટાડાને મંદી કહે છે.
તે વધુમાં કહે છે કે, સરકારી નીતિઓથી દેશમાં લોકોની વાસ્તવિક આવક (real incomes)માં ઘટાડો થશે. તે મુજબ 2022માં પરિવારોની વાસ્તવિક આવકમાં 2.4 ટકાનો ઘટાડો થશે અને આ સાથે જ આવતા વર્ષે બેરોજગારીમાં પણ વધારો થશે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર