Home /News /national-international /બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કર્યું, યાત્રા કરતા પહેલા 10 દિવસનું હોટલ ક્વોરન્ટાઈન જરૂરી નહીં

બ્રિટને ભારતને રેડ લિસ્ટમાંથી બહાર કર્યું, યાત્રા કરતા પહેલા 10 દિવસનું હોટલ ક્વોરન્ટાઈન જરૂરી નહીં

બ્રિટને 20 એપ્રિલે ભારતને રેડ લિસ્ટમાં મૂકી દીધું હતું. (તસવીર-AP)

UK Coronavirus Travel Advisory: હવે ભારતથી બ્રિટનની યાત્રા કરનારા લોકોને 14 દિવસને બદલે 10 દિવસ હોમ ક્વોરન્ટિન રહેવું પડશે

ભારતમાં હાલમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ઘટાડો થયો છે. ત્યારે ભારતીય નાગરિકો હવે જલ્દી બ્રિટનની યાત્રા કરી શકશે. આંતરરાષ્ટ્રીય યાત્રા માટે બ્રિટને UAE, ભારત અને અન્ય દેશોને રેડ લિસ્ટમાંથી બહાર કરીને એમ્બર લિસ્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. જેનો અર્થ છે કે કોવિડ-19 (COVID-19)ની રસીના બંને ડોઝ લીધા હશે તે વિદેશી પર્યટકો (Foreign Travellers)એ હવે 10 દિવસ ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. પરિવહન વિભાગે આ નવા નિયમની જાહેરાત કરતા જણાવ્યું કે, સ્થાનિક સમય અનુસાર આ નિયમ સવારે 4 વાગ્યાથી લાગુ કરવામાં આવશે.

યૂકેના પરિવહન સચિવે એક ટ્વિટમાં જણાવ્યું કે, “UAE, કતર, ભારત અને બહરીનને રેડ લિસ્ટમાંથી એમ્બર લિસ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પરિવર્તન 8 ઓગસ્ટે સવારે 4 વાગ્યાથી લાગુ થશે.” જોકે, એમ્બર લિસ્ટમાં આવનાર દેશોએ આંતરરાષ્ટ્રીય યાત્રાના બે દિવસ પહેલા ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. યૂકે પહોંચીને 10 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે તથા બીજા અને આઠમા દિવસે કોવિડ સેલ્ફ ટેસ્ટ કરવાના રહેશે.

એમ્બર લિસ્ટના દેશો માટે ટ્રાવેલના નિયમો

ભારત અને UAE સહિત એમ્બર લિસ્ટના દેશોએ લંડનની યાત્રાના ત્રણ દિવસ પહેલા ફરજિયાત કોરોના ટેસ્ટ (Cororna Test) કરાવવાનો રહેશે. રિપોર્ટ નેગેટીવ હશે તો જ આંતરરાષ્ટ્રીય યાત્રા કરી શકાશે. ત્યારબાદ ઈંગ્લેન્ડ પહોંચીને બે કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે. જેના માટે પહેલેથી જ બુકિંગ કરાવવાનું રહેશે, તેમજ ટ્રાવેલ લોકેટર ફોર્મ ભરવાનું રહેશે.

આ પણ વાંચો, બ્રિટન: વર્ષોની મહેનત બાદ હિન્દુ અને શીખ સમુદાયને અસ્થિ વિસર્જન માટે મળ્યું યોગ્ય સ્થળ

યૂકે સરકારે જાહેરાત કરી છે કે ફ્રાન્સથી ઈંગ્લેન્ડ પરત ફરતા જે યાત્રીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હશે, તેમણે ક્વોરન્ટાઈન નહીં રહેવું પડે. આ પહેલા યૂકેએ એપ્રિલમાં ભારતને યાત્રા માટે રેડ લિસ્ટમાં ઉમેર્યું હતું.

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીએ નિયમોમાં રાહત આપવા માટેની માંગ કરી હતી

દુનિયાના અનેક દેશોની તુલનાએ બ્રિટનમાં મોટાભાગની વસ્તીએ કોવિડની રસીના બંને ડોઝ મેળવી લીધા છે. કોરાનાના નવા વેરિએન્ટનું સંક્રમણ ન ફેલાય તે માટે બ્રિટન સરકારે અનેક દેશોની યાત્રા પર રોક લગાવી છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી જણાવે છે, કે તેમને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો, કોરોનાના વધતા કેસ વચ્ચે અમેરિકામાં RS વાયરસનું જોખમ, નવજાત બાળકો થઈ રહ્યા છે શિકાર
" isDesktop="true" id="1121338" >

સોમવારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને જણાવ્યું કે, “તે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી (Travel Industry)ને યૂઝર ફ્રેન્ડલી સિસ્ટમથી આગળ વધવા ઈચ્છે છે. જેથી કોરોનાના નવા વેરિએન્ટ સામે રક્ષણ સાથે વિદેશ યાત્રાઓને મંજૂરી આપવામાં આવે.” બોરિસ જ્હોન્સને જણાવ્યું કે, ‘આપણે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીને આગળ વધારવાની કોશિશ કરીએ. એક એવા દ્રષ્ટિકોણની જરૂરિયાત છે, જેનાથી આ બાબતને વધુ સરળ બની શકાય.’
First published:

Tags: BRITAIN, Coronavirus, COVID-19, Travel, UK, ભારત