લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે આ દેશે ગળ્યા અને નમકીન ખાદ્ય પદાર્થો પર નાંખ્યો શુગર ટેક્સ, જાણો વિગતો
લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે આ દેશે ગળ્યા અને નમકીન ખાદ્ય પદાર્થો પર નાંખ્યો શુગર ટેક્સ, જાણો વિગતો
બ્રિટનના પીએમ બોરીસ જોનસની ફાઈલ તસવીર
બ્રિટનની(Britain) સરકારે નાગરિકોના આરોગ્યની જાળવણી માટે વધુ એક કરવેરાનો ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકાર 2032 સુધીમાં ખાનપાનમાં ધડમૂળથી ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
બ્રિટનની(Britain) સરકારે નાગરિકોના આરોગ્યની જાળવણી માટે વધુ એક કરવેરાનો ઉમેરો કર્યો છે. બ્રિટિશ સરકાર 2032 સુધીમાં ખાનપાનમાં ધડમૂળથી ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જેના અનુસંધાને બ્રિટનમાં હવે ખાદ્ય પદાર્થો પર નવા પ્રકારનો ટેક્સ આપવો પડશે.
બ્રિટનમાં પ્રોસેસ્ડ ગળ્યા કે નમકીન ખાદ્ય પદાર્થો પર શુગર ટેક્સ નાંખવાની તૈયારી થઈ રહી છે. પીએમ બોરિસ જહોનસન દ્વારા નિયુક્ત ખાદ્ય નિષ્ણાંત અને ઉદ્યોગપતિ હેનરી ડિમ્બલબીએ રાષ્ટ્રીય ખાદ્ય રણનીતિ રિપોર્ટમાં આ ભલામણ કરી છે. જે મુજબ ખાંડના કિલોદીઠ ઉપયોગ પર રૂ. 310 અને 1 કિલો મીઠાના ઉપયોગ પર રૂ. 620ના ટેક્સની ભલામણ કરાઈ છે. આ ટેક્સ પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો પર લાગશે, જેથી તેને સ્નેક ટેક્સ કહેવામાં આવે છે. જેમાં ચોકલેટ, ચિપ્સ જેવા ખાદ્ય પદાર્થ સામેલ છે.
નવી ભલામણ મુજબ અમલવારી કરવામાં આવશે તો બ્રિટનના લોકો દર વર્ષે વધુ 35,000 કરોડનો ટેક્સ ચૂકવશે તેવું તજજ્ઞોનું માનવું છે. એકંદરે 5.60 કરોડની વસ્તી ધરાવતા બ્રિટનમાં ચાર લોકોનો દરેક પરિવાર લગભગ રૂ. 25,000ની ચુકવણી કરશે. આ નિર્ણયનું અનેક તબીબો અને સંગઠનોએ સ્વાગત કર્યું છે. બીજી તરફ ઉદ્યોગ સમુહોએ ચેતવણી આપી છે કે, કંપનીઓ ખાદ્ય પદાર્થો પર ટેક્સના કારણે વધેલી કિંમત ગ્રાહકો પાસેથી જ વસુલશે.
આ ટેક્સનો મૂળ હેતુ 15થી 38 ગ્રામ કેલેરી ઘટાડવાનો છે. જેના માટે ભોજનમાંથી રોજ 4થી 10 ગ્રામ ખાંડ અને 0.2 થી 9.6 ગ્રામ મીઠું ઓછું કરવાનું લક્ષ્ય રખાયું છે. ઇંગ્લેન્ડના ફૂડ એન્ડ ડ્રિંક ફેડરેશનના મુખ્ય વિજ્ઞાનિક કેટ હોલીવેલે કહ્યું કે, આનાથી નબળા પરિવારોને અસર થશે. રિપોર્ટમાં ખાદ્ય પદાર્થોની મોંઘવારીની અસર ઘટાડવા માટે લાખો બાળકોએ આ જ શાળાના ભોજનમાં સામેલ કરવા ભલામણ કરવામાં આવી હતી. જેથી તેઓને વિનામૂલ્યે ખોરાક મળી શકે.
ઉલ્લેખનીય છે કે, 2032 સુધીમાં બ્રિટિશ સરકાર નાગરિકોના ખાનપાનમાં પાયાથી ફેરફાર લાવવા પર કામ કરી રહી છે. 2032 સુધીમાં ફળ અને શાકભાજીનો ઉપયોગ 30 ટકા અને ફાયબરનું પ્રમાણ 50 ટકા વધારવા તેમજ ખાંડ, નમક અને સૈચુરેટેડ ફેટ ધરાવતા ભોજન 25 ટકા તેમજ માંસનું સેવન 30 ટકા ઘટાડવાનું લક્ષ્ય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર