લંડન: બ્રિટન (Britain)ના વેલ્સ (Wales)માં હિન્દુ અને શીખ સમુદાય (Hindu And Sikh Community) ને મૃત પરિવારજનના અસ્થિ વિસર્જન માટે યોગ્ય સ્થળ મળી ગયું છે. કાર્ડિફના લૈંડન રોવિન ક્લબ સ્થિત ટૈફ નદી (Taff River) પર બંને સમુદાય હવે અંતિમ ક્રિયા કરી શકશે. ગયા શનિવારે આ પ્લેટફોર્મની અધિકૃત રીતે શરૂઆત થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં કાર્ડિફ કાઉન્સિલના સભ્ય અને મંત્રી માર્ક ડ્રેકફોર્ડ પણ શામેલ થયા હતા.
અંતિમ સંસ્કાર ગૃપ વેલ્સ (ASGW) 2016માં શરૂ થયું હતું. ASGWના અધ્યક્ષ વિમળા પટેલે જણાવ્યું કે, ‘કાર્ડિફ કાઉન્સિલે આ નિર્માણ કાર્યમાં આર્થિક સહયોગ આપ્યો છે. સાઉથ વેલ્સના રહેવાસી લૈંડફ રોવિંગ ક્લબ અને હિંદુ તથા શીખ સમુદાયના સભ્યોએ અંતિમ ખર્ચને પૂર્ણ કરવા માટે યોગદાન આપ્યું છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ખૂબ જ મહેનત કર્યાના વર્ષો બાદ અમારી પાસે એક સ્વીકૃત વિસ્તાર છે, જ્યાં પરિવારજનો તેમના પ્રિયજનોની અસ્થિઓનું વિસર્જન કરી શકશે.’
સૌથી પહેલા જસવંતસિંહ તરફથી વર્ષ 1999માં કાર્ડિફ કાઉન્સિલ સામે અંતિમ ક્રિયા માટે સમર્પિત જગ્યાની કમીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વર્ષ 2013માં ASGWના ચન્ની કલેર તરફથી અંતિમ ક્રિયા માટેના સ્થળની શોધ કરવાના મુદ્દાને વેગ મળ્યો હતો. ક્લેરે અનેક હિન્દુ અને શીખ સંસ્થાનોનો સંપર્ક કર્યો હતો. પટેલે જણાવ્યું હતું કે વેલ્સમાં હિન્દુઓ અને શીખની ત્રણ પેઢીઓ રહેલી છે. પહેલી પેઢીએ અસ્થિઓને માતૃભૂમિ પર લઈ જવી પડતી હતી.
કાર્ડિફ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું કે, ‘હિન્દુ અને શીખ ધર્મમાં અગ્નિસંસ્કાર બાદ અસ્થિઓને પાણીમાં વિસર્જિત કરવાની પરંપરા છે અને આ અસ્થિઓનું વિસર્જન (Ashes Immersion) કરવા માટે યોગ્ય સ્થળની જરૂરિયાત છે.’ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ મુદ્દાને લઈને અનેક વિસ્તારો અંગે ચર્ચા કરવામાં આવી. રોવિંગ ક્લબ સાથેની સમજૂતી અત્યાર સુધીની સૌથી સારી જગ્યા સાબિત થઈ. આ સ્થળનું સૂચન કર્યા બાદ હિન્દુ અને શીખ સમુદાયે આ સૂચનને આવકાર્યું છે.’
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર