ટેન : ઇંગ્લેન્ડમાં, એક મહિલાએ તેના 81 વર્ષીય પતિ પર ઉકળતી ખાંડની ચાસણી વેડી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. 59 વર્ષીય કોરીના બાયન્સ છેલ્લા 38 વર્ષથી લગ્ન જીવન વિતાવી રહી હતી, બસ એક દિવસ તેના પતિની એક વાતને લઈને નારાજ થઈ હતી. આ કેસમાં કોરીનાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ મામલે મેટ્રો વેબસાઇટ સાથે વાત કરતા ડિટેક્ટીવ ચીફ ઇન્સ્પેક્ટર પોલ હ્યુજેઝે કહ્યું હતું કે, 'કોરીનાએ માત્ર તેના પતિ પર ઉકળતું પાણી રેડ્યું ન હતું, પરંતુ તેમાં ત્રણ કિલો ખાંડ નાખી ગરમ-ગરમ ચાસણી બનાવી રેડી હતી. આના પરથી ખ્યાલ આવે છે કે, આ મહિલા તેના પતિને કેટલું વધારે નુકસાન પહોંચાડવા માંગતી હતી. ઉકળતા પાણીમાં ખાંડ નાખ્યા બાદ તેને અડવું જીવલેણ બની જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ હુમલા પછી, એમ્બ્યુલન્સ બોલાવ્યા બાદ, તે નજીકમાં પડોશીઓના ઘરે જતી રહી હતી અને ત્યાં જઈ નાટક કરવા લાગી હતી. આ સ્ત્રીને બાદમાં પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો હતો અને કહેતી હતી કે તેણે ભૂલ કરી દીધી છે અને તેણે તેના પતિની હત્યા કરી હોવાની વાત કહી ગભરાઇ રહી હતી. જો તે ગભરાઈ ન હોત અને પાડોશીઓના ઘરે જવાને બદલે સમયસર એમ્બ્યુલન્સ બોલાવી લીધી હોત, તો પતિનો જીવ બચી શક્યો હોત.
ઉલ્લેખનીય છે કે, કોરીના તેની પુત્રી સાથે શોપીંગ કરવા ગઈ હતી, પરંતુ તેના પતિએ જલ્દીથી ઘરે આવવા કહી દીધુ હતું. અહેવાલ અનુસાર, 'કોરિનાનો પતિ કોઈ કામને કારણે કોરિનાને વહેલી તકે ઘરે બોલાવવા માંગતો હતો. કોરીનાએ તે સમયે તો કંઇ કહ્યું નહોતું, પરંતુ તે આને લઈ તેને ખૂબ ગુસ્સો આવી ગયો હતો.
ત્યારબાદ, આ મહિલાએ પતિ સાથે બદલો લેવા બે લીટર પાણી ઉકાળીને તેમાં ત્રણ કિલો ખાંડ નાંખી અને ચાસણી બનાવી, ત્યારબાદ ચાસણી ડોલમાં કાઢી અને, સૂતા પતિ પર રેડી દીધી. તેના કારણે પતિના શરીરનો ત્રીજો ભાગ બળી ગયો હતો અને આ વ્યક્તિનું તડપી-તડપી મોત નીપજ્યું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર