બ્રિટન: એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં એવું વિચિત્ર થયું, કે ડોક્ટરો પણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા

પ્રતિકાત્મક (તસવીર - shutterstock)

નોંધપાત્ર વાત એ છે કે, પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકું નથી હોતુ, પરંતુ તેમાં તિરાડ પડવાની સંભાવના રહે છે. પરંતુ આ કેસ અલગ જ હતો

 • Share this:
  લંડન : બ્રિટનમાં એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ (Private Part) સાથે જોડાયેલો એકદમ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને ડોકટરો (Doctors) પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ સેક્સ દરમિયાન ફ્રેક્ચર થઈ ગયો. અત્યાર સુધીના બધા કેસોમાં, આ ફ્રેક્ચર હોરિજોન્ટલ રીતે થતા હતા, પરંતુ આ પહેલો કેસ છે, જેમાં પ્રાઈવેટ પાર્ટ વર્ટિંકલ રીતે ફ્રેક્ચર થયું છે. નોંધપાત્ર વાત એ છે કે, પુરુષોના પ્રાઈવેટ પાર્ટમાં કોઈ હાડકું નથી હોતુ, પરંતુ તેમાં તિરાડ પડવાની સંભાવના રહે છે. આ વ્યક્તિનો કેસ બ્રિટીશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયો છે. ડોકટરોએ કહ્યું કે, આ અગાઉ આવેલા તમામ કેસોમાં પ્રાઈવેટ પાર્ટના ફ્રેક્ચર હંમેશા હોરિજોન્ટલ જ રહ્યા છે.

  જોકે, આ વખતે Tunica Albuginea સમસ્યા જોવા મળી છે. જે ઇરેક્ટાઇલ ટિશ્યૂ આસપાસ એક એવું પ્રૉટેક્ટિવ લેયર હોય છે જે આ હિસ્સામાં લોહી પહોંચાડવાનું કામ કરે છે. ડૉક્ટરોએ એવું સ્પષ્ટ નથી કર્યું કરે સેક્સ દરમિયાન આ વ્યક્તિની પોઝીશન કઈ હતી. આ અંગે યૂરોલોજિસ્ટ્સનું કહેવું છે કે પ્રાઇવેટ પાર્ટ્સમાં 88% કેસ સેક્સ દરમિયાન બને છે. પ્રાઇવેટ પાર્ટ્સ બ્રેક થવાના અન્ય કારણ પણ હોય છે. જેમાં હસ્તમૈથુન અને ઊંઘવાની એક ખાસ પોઝીશન જવાબદાર છે.

  આ પણ વાંચોસરગવાના પાનમાં હાઈ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાના ગુણ, જાણો કેટલા છે ફાયદા

  એક રિપોર્ટ પ્રમાણે મિડલ ઇસ્ટ દેશોમાં કરવામાં આવતી પ્રેક્ટિસ તકાનદન (taqaandan)થી આવી સમસ્યા થઈ શકે છે. ડૉક્ટર્સનું કહેવું છે કે સામાન્ય રીતે હૉરિઝોન્ટલ ક્રેક દરમિયાન અવાજ થાય છે પરંતુ આ દર્દીના કેસમાં અવાજ આવ્યો ન હતો. ડૉક્ટર્સનું કહેવું છે કે પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચર થવાના સૌથી વધારે કેસ એવા પુરુષોના આવે છે જેઓની ઉંમર 40 વર્ષની આસ-પાસ હોય છે. ફ્રેક્ચર થયા બાદ આ વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં સોજો આવી ગયો હતો. આ વ્યક્તિની છ મહિના સુધી સારવાર ચાલી હતી. હાલ વ્યક્તિ ફરીથી પોતાની સેક્સ લાઇફ માણી રહ્યો છે.

  આ પણ વાંચો - સુરત : 'મારી પત્નીની છેડતી કરી હતી તે', પતિએ લોખંડથી પાઈપથી યુવકનું માથુ ફોડી કર્યો લોહીલુહાણ

  ટેલીગ્રામના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 1924થી પુરુષોના પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચરના કુલ 1600 કેસ સામે આવ્યા છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે 50 ટકા કેસમાં ક્રેકનો અવાજ પણ સંભળાયો હતો. ડૉક્ટર્સનું કહેવું છે કે આ પ્રકારના કેસની માનસિક અસર થાય છે. લોકોની સેક્સ લાઇફ પર પણ અસર પડી શકે છે.
  Published by:kiran mehta
  First published: