28 વર્ષની શિક્ષિકાએ 15 વર્ષીય વિદ્યાર્થીને ડ્રગ્સ અને દારૂનો નશો કરાવ્યો, પછી કર્યું સેક્સ

28 વર્ષની શિક્ષિકાએ 15 વર્ષીય વિદ્યાર્થીને ડ્રગ્સ અને દારૂનો નશો કરાવ્યો, પછી કર્યું સેક્સ
પ્રતિકાત્મક તસવીર

શિક્ષિકાના અંતર્વસ્ત્રોમાંથી યુવકના ડીએનએ પણ મળી આવ્યા, જે અપરાધ સિદ્ધ કરવામાં પર્યાપ્ત હતા.

 • Share this:
  લંડન : બ્રિટનમાં એક શિક્ષિકાએ પોતાના 15 વર્ષિય વિદ્યાર્થીને કોકીન અને દારૂનો નશો કરાવ્યો અને હોટલમાં સેક્સ કર્યું, આ મામલો બહાર આવતા શિક્ષિકાને 32 વર્ષની જેલ થઈ ગઈ છે. શિક્ષિકા કેલી લુઈસ સ્મિથની ઉંમર 28 વર્ષ છે. કેલીએ આ શરૂઆત પીડિત ઈંગ્લેન્ડના કોવ્ન્ટ્રી વિસ્તારમાં એક વિદ્યાર્થીને મીઠાઈથી કરી, અને પછી સ્કૂલમાં તે બાળક પર વધારે ધ્યાન આપવા લાગી. વારવિક ક્રાઉન કોર્ટમાં કેલીને 16 વર્ષથી નાના બાળક સાથે યૌન સંબંધ બનાવવાના અપરાધ સહિત બે અપરાધમાં દોષી ગણાવી છે.

  વિદ્યાર્થીને કોકિન (ડ્રગ્સ)નો નશો કરાવ્યો  પ્રોસિક્યૂટર રેબેકા વેડે કોર્ટને જણાવ્યું કે, કેવી રીતે શિક્ષિકાએ પહેલા સ્કૂલની મીની બસમાં વિદ્યાર્થીને પોતાનો નંબર આપ્યો અને તેને ઉકસાવાની કોશિસ પણ કરી. વિદ્યાર્થીએ કેલીને આગામી દિવસે ફોન કર્યો અને કેલીએ તેને કોવેન્ટ્રી સ્કૂલ સુધી લિફ્ટ આપી. ત્યારબાદ કેલીએ પીડિત વિદ્યાર્થીને કોકિનનો નશો કરાવ્યો, જે ધરપકડ બાદની તપાસમાં સાબિત થયો હતો. ત્યારબાદ સિક્ષિકા વિદ્યાર્થીને લઈ હોલિડે ઈન એક્સપ્રેસ નામની એક હોયલમાં ગઈ ત્યાં તેની સાથે રાત વિતાવી અને બે વખત સેક્સ કર્યું.

  વિદ્યાર્થીએ બીજી વખત શિક્ષિકા સાથે મુલાકાત ના કરી

  આ દરમિયાન તેણે વિદ્યાર્થી માટે વોડકા અને સ્ટેલા આર્ટોઈસ નામની બીયર પણ ખરીદી હતી. પ્રોસિક્યૂટર રેબેકા વેડે પીડિત વિદ્યાર્થીનો પક્ષ રાખી કહ્યું કે, વિદ્યાર્થીએ કોર્ટને જણાવ્યું છે કે, કેલીએ તેને સેક્સ કરવા માટે મજબૂર કર્યો ન હતો, અને તેણે પોતાની ઈચ્છાથી સેક્સ કર્યું હતું. ત્યારબાદ તેણે કેલી સાથે ફરી મુલાકાત નથી કરી.

  અંડર ગાર્મેટમાંથી વિદ્યાર્થીના ડીએનએનો પ્રૂફ થયા છે

  પીડિત વિદ્યાર્થીની માએ તેના ગુમ થવાની સૂચના સ્કૂલમાં અને પોલીસમાં કરી હતી. પ્રોસિક્યૂટર રેબેકા વેડે કહ્યું કે, પોલીસે જ્યારે પહેલી વખત આરોપી કેલીની પૂછપરછ કરી ત્યારે તેણે અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો અને કહ્યું કે, તેણે ઘણા કલાકોથી વિદ્યાર્થીને જોયો જ નથી. પરંતુ જ્યારે પોલીસે તેની કારમાં યુવકનો ફોટો જોયો તો તેણે પોતાનો અપરાધ માનવો પડ્યો અને પુરી ઘટના પોલીસને જણાવી. હોટલમાંથી પ્રાપ્ત સીસીટીવી ફૂટેજમાં બંનેને એક સાથે આવતા-જતા જોવામાં આવ્યા અને કેલીના અંતર્વસ્ત્રોમાંથી યુવકના ડીએનએ પણ મળી આવ્યા, જે અપરાધ સિદ્ધ કરવામાં પર્યાપ્ત હતા.
  Published by:kiran mehta
  First published:August 19, 2020, 19:27 pm