ભારતીય મુસલમાનોને પાકિસ્તાની કહો તો થવી જોઈએ 3 વર્ષની જેલ: ઓવૈસી

ફાઇલ તસવીર.

 • Share this:
  ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદ્દુીન ઓવૈસીએ મંગળલારે લોકસભામાં પ્રસ્તાવ મુક્યો છે કે કેન્દ્ર સરકાર એવો કાયદો લાવે જેમાં કોઈ ભારતીય મુસલમાનને પાકિસ્તાની કહેનારને 3 વર્ષની સજા થાય. જણાવી દઈએ કે લોકસભામાં થઈ રહેલ ચર્ચા દરમિયાન ઓવૈસીએ આ વાત કહી હતી. સૂત્રો પ્રમાણે તેમણે એ પણ કહ્યું કે તલાક બિલ મહિલા વિરોધી છે.

  દ્રિરાષ્ટ્ર સિદ્ધાંતમાં નથી ભારતીય મુસલમાનોનો વિશ્વાસ
  ઔવૈસીએ એ પણ કહ્યું કે ભારતીય મુસલમાન મોહમ્મદ અલી ઝીણાના દ્રિરાષ્ટ્ર સિદ્ધાંતને અસ્વિકાર કરી ચુક્યા છે.  તીન તલાક બિલ મુસ્લિમ પુરૂષોને જેલ મોકલવાની ચાલ
  ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ પહેલા પણ નિવેદન આપ્યું હતું કે કાયદો સામાજીક અવગુણોનો હલ નથી. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે તીન તલાક વિધેયક લાવવું મુસ્લિમ પુરૂષોને જેલ મોકલવાની એક ચાલ છે.
  Published by:Kaushal Pancholi
  First published: