Home /News /national-international /

'ઈ બિહાર હૈ'! ... ₹1710 કરોડના ખર્ચે બનેલો ફોર લેન પુલ તાસના પત્તાની જેમ ધરાશાયી - જુઓ VIDEO

'ઈ બિહાર હૈ'! ... ₹1710 કરોડના ખર્ચે બનેલો ફોર લેન પુલ તાસના પત્તાની જેમ ધરાશાયી - જુઓ VIDEO

બિહારમાં ભાગલપુર અને ખગડીયાને જોડતો બ્રિજ ધરાશાયી

Bihar Bridge collapsed : બિહાર (Bihar) ના ભાગલપુર (Bhagalpur) અને ખગડિયા (Khagadia) ને જોડતો આ પુલ અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે 1710.77 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તો, સુલતાનગંજના પોલ નંબર 4, 5 અને 6 વચ્ચે કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું

વધુ જુઓ ...
    Bihar Bridge collapsed : બિહાર (Bihar) ના ભાગલપુર (Bhagalpur) અને ખગડિયા (Khagadia) ને જોડતા ફોર-લેન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર શુક્રવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડામાં તૂટી પડ્યું (Bridge collapsed) હતું. સુલતાનગંજના પોલ નંબર 4, 5 અને 6 વચ્ચે કાસ્ટિંગ માટે બનાવેલ સુપર સ્ટ્રક્ચર ધરાશાયી થયું. કેબલ લગાવવામાં આવ્યા હોવા છતાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર ધરાશાયી થવાથી એન્જિનિયરની કાર્યશૈલી પર સવાલો ઉભા થયા છે. આ માળખું 100 ફૂટથી વધુ ઊંચું હતું. સદભાગ્યે કોઈ આ સમયે કોઈ ન હતું, જેથી જાન હાની થઈ નથી. તમને જણાવી દઈએ કે, આ પુલ ગંગા નદી પર 1710.77 કરોડ રૂપિયાના ખર્ચે બનવવામાં આવ્યો છે. એસપી સિંગલ કન્સ્ટ્રક્શન લિમિટેડ આ ફોર લેન બ્રિજનું નિર્માણ કરી રહી છે.

    વાસ્તવમાં, આ પુલ અગુવાની અને સુલતાનગંજ ઘાટ વચ્ચે 1710.77 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. તો, સુલતાનગંજના પોલ નંબર 4, 5 અને 6 વચ્ચે કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ માળખું બનાવવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન લિમિટેડ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બાંધકામની તપાસની માંગ કરી છે.



    પુલ વિશે માહિતી

    - પુલની એકંદર લંબાઈ -3160 મીટર
    - પુલનો પ્રકાર - કેબલ આધારિત
    -અન્ય યુએસપી - ઈન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ
    - પ્રવેશ માર્ગની લંબાઈ - 25 કિમી, ડોલ્ફિન વૈદ્યશાલા, પુલ પ્રદર્શન અને રેસ્ટ વિસ્તાર, લાઇટિંગ સિસ્ટમ, વાહન અન્ડરપાસ, રોટરી ટ્રાફિક, ટોલ પ્લાઝા
    -ફોર લેન બ્રિજ જેમાં બે લેનના બે અલગ-અલગ બ્રિજ બનાવવામાં આવશે
    - ગંગાના મુખ્ય પ્રવાહમાં, થાંભલાની જગ્યાએ, કેબલ પર એક ઝૂલતો પુલ હશે, જેની બે થાંભલાઓ વચ્ચેનું અંતર 125 મીટર દુર હશે.

    આ પણ વાંચોprashant kishor I-PAC : જાણો કેવી રીતે કામ કરે છે પ્રશાંત કિશોરની કંપની I-Pac, ક્યાં છે હેડક્વાર્ટર

    ખરાબ હવામાને તબાહી મચાવી

    જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારે રાત્રે લગભગ 8.15 કલાકે ખરાબ મૌસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો હતો. જોરદાર વાવાઝોડું અને વીજળીના ચમકારા પછી, ભારે વરસાદ શરૂ થયો. આ વરસાદે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને ઘણી રાહત આપી હતી, પરંતુ વાવાઝોડા બાદ અનેક શહેરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આખું શહેર અંધકારની ગોદમાં સમાઈ ગયું. સામાન્ય પાકની સાથે સાથે કેરી અને લીચી જેવા ફળોને પણ કેટલીક જગ્યાએ વાવાઝોડા અને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. જેના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અનેક જગ્યાએ મકાનો અને દુકાનોની બાલ્કનીઓ ઉડી ગઈ હતી. આ મહિનામાં ત્રીજી વખત હવામાનનો મિજાજ આ રીતે બદલાયો છે. છેલ્લા 10 દિવસથી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત હતા. હવે ગરમીમાંથી થોડી રાહત મળી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bihar News, Bridge, National news, National News in gujarati, બિહાર

    આગામી સમાચાર