ઉજ્જૈન : મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં વીજળી (Power Cut) કેવી રીતે તબાહી મચાવી રહી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બે લગ્નમાં (Marriage)દુલ્હનો બદલાઈ ગઈ. આ ઘટના બન્યા બાદ ઘણી બબાલ અને હંગામો થયો અને મહામુસીબતે સમગ્ર મામલો થાળે પડ્યો હતો. આ ઘટના ઉજ્જૈન જિલ્લાના અસલાનામાં બની હતી. આ ચોંકાવનારી ઘટનામાં નવવધૂઓ પોતાના પતિ સાથે બેસવાને બદલે અન્ય વરરાજા સાથે બેસી ગઈ હતી અને પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પછી બંને પરિવારોએ એકબીજા સાથે વાત કરી અને જોડીઓ યોગ્ય રીતે બેસાડી તેમના ફેરા કરાવવામાં આવ્યા અને જેની સાથે સંબંધ નક્કી થયો હતો, તેણે તેની સાથે જ લગ્ન કર્યા હતા. આ મામલા બાદ લગ્ન કરી રહેલા પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે દરરોજ સાંજે 7થી 12 વાગ્યા સુધી પાવર કટ રહે છે. લગ્નના દિવસે પણ પાવર કટના કારણે દુલ્હન બદલાઈ હતી. આ પછી સવારે 5 વાગે બંનેના ફેરા થયા. બંને પરિવારોએ કોઈપણ પ્રકારે બીજી વખતે ફેરા ફરવાની વાતને લઈને ઈન્કાર કર્યો હતો. તેમનુ કહેવું છે કે ફેરા તો જેની સાથે લગ્ન નક્કી થયા તેની સાથે જ ફરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આ અનોખી ઘટના ઉજ્જૈન જિલ્લાના બડનગર રોડ પર અસલાના ગામના રહેવાસી રમેશલાલ રેલોતના ઘરે બની હતી. તેમની ત્રણ પુત્રીઓ અને એક પુત્રના લગ્ન 5 મે એ થયા હતા. જેમાં કોમલના લગ્ન રાહુલ સાથે, નિકિતાના ભોલા સાથે, કરિશ્માના લગ્ન ગણેશ સાથે નક્કી થયા હતા. નિકિતા અને કરિશ્માના લગ્નની જાન બડનગરના ડાંગવાડા ગામથી આવી હતી. મોટી દીકરી કોમલની જાન બપોરે આવી હતી અને તેના ફેરા પણ થયા હતા. ભોલા અને ગણેશની જાન લગભગ 11 વાગ્યાની આસપાસ પહોંચી હતી. આ દરમિયાન વીજળી ન હતી અને અંધારપટ છવાયેલો હતો.
અચાનક થયો હોબાળો
જાનનું સ્વાગત કર્યા બાદ બંને વરરાજાને માયમાતાની પૂજા કરવા માટે રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. વીજળી ન હોવાથી મોટો ગોટાળો થયો હતો. નિકિતા ગણેશ સાથે બેઠી અને કરિશ્મા ભોલા સાથે લગ્નની વિધિઓ કરવા લાગી હતી. કાર્યક્રમ પૂરો થયા બાદ બંને જોડીઓને ફેરા માટે લાવવામાં આવ્યા ત્યારે અચાનક જ હોબાળો મચી ગયો હતો. બંને વહુઓ અલગ-અલગ વરરાજા સાથે હતી. જેને લઈને પરિવારમાં વિવાદનો માહોલ સર્જાયો હતો. આનન ફાનનામાં બંનેની અદલાબદલી થઈ અને પછી લગ્નની વિધિ કરવામાં આવી. આ પછી બંને દુલ્હનો તેમના પતિ સાથે સાસરે જવા રવાના થઈ ગયા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર