Viral Video: પોતાના જ લગ્નમાં DJ બની ગઈ દુલ્હન! મહેમાનોને જબરદસ્ત મ્યૂઝિક પર કરાવ્યો Dance

સોશિયલ મીડિયા પર દુલ્હનના ડાન્સ અને મસ્તી કરતો આ વીડીયો ઘણા વાયરલ થયો છે.

Bride Turns DJ: શું તમે ક્યારેક કોઈ દુલ્હનને પોતાના જ લગ્નમાં DJ એટલે કે ડિસ્ક જોકી બનતી જોઈ છે? જુઓ VIRAL VIDEO

  • Share this:
    Bride Turns DJ: લગ્ન પ્રસંગોમાં જો ડીજેની (DJ in Wedding) ધુન પર ડાન્સ પર ન થાય તો લગ્નનો રંગ ફિક્કો લાગે છે. સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર લગ્નમાં ડાન્સ કરી રહેલા મહેમાનોના વીડિયો વાયરલ થઈ જાય છે. આ ઉપરાંત, હવે તો દુલ્હનો પણ પોતાના લગ્નને પૂરી રીતે એન્જોય કરે છે અને દુલ્હાની સાથે ડાન્સ કરતી જોવા મળે છે. દુલ્હનના ડાન્સ વીડિયોઝ (Bride Dance Video) પણ ઘણા પોપ્યૂલર થાય છે. પરંતુ શું તમે ક્યારેક કોઈ દુલ્હનને (Bride Turns DJ) પોતાના જ લગ્નમાં ડીજે એટલે કે ડિસ્ક જોકી (Disc Jockey) બનતી જોઈ છે?

    કદાચ તમે નહીં જોયું હોય, તો ચાલો આજે અમે તમને એવી જ એક દુલ્હન વિશે જણાવીએ જે પોતાના લગ્નમાં 'ડીજેવાલી દુલ્હન' બની ગઈ અને હવે તેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અજય નૌટિયાલ (DJ Ajay Nautiyal) નામના એક ડીજેએ ગયા મહિને પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે લગ્નમાં ડીજે બનીને લોકોને જબરદસ્ત ગીતો પર ડાન્સ કરાવી રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે એક સુંદર યુવતી જોવા મળી રહી છે જે અન્ય કોઈ નહીં પણ દુલ્હન છે. આ વીડિયોમાં દુલ્હને તેના કાન પર ડીજેના હેડફોન લગાવ્યા છે અને મહેમાનોને ધમાકેદાર ગીતો પર ડાન્સ કરાવી રહી છે. તે પોતે પણ ડીજે સાથે ઝૂમતી જોવા મળી રહી છે. અજયે દુલ્હા-દુલ્હનને ટેગ કરીને બંનેને તેમના લગ્ન માટે અભિનંદન પણ પાઠવ્યા છે. અજય સાથે ડાન્સ કરી રહેલી દુલ્હનનું નામ નાજુક ઉપ્પલ કેસર છે જ્યારે તેના પતિનું નામ ઋષિરાજ કેસર છે. આ વીડિયો એટલો લોકપ્રિય થયો છે કે એક મહિનામાં 9 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે.




    આ પણ વાંચો, OMG: ગંદા મોજા ખરીદવા પાછળ દર મહિને 20 હજાર રૂપિયા ખર્ચ કરે છે આ શખ્સ, કારણ જાણીને ચોંકી જશો

    જેમ કે અમે પહેલા પણ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર દુલ્હનના ડાન્સ અને મસ્તી કરતો આ વીડીયો ઘણા વાયરલ થયો છે. થોડા દિવસો પહેલા ગુસ્સે ભરાયેલીસ દુલ્હનનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. અહીં રજૂ કરવામાં આવેલા વિડીયોમાં જ્યાં દુલ્હન (Dulhan Video) પોતે ડીજે બની ગઈ હતી. તો પહેલા વાયરલ થયેલા વીડિયોમાં મંડપમાં પ્રવેશવા માટે તૈયાર દુલ્હન પોતાનું પસંદગીનું ગીત ન વગાડતા ડીજે પર ગુસ્સે (Angry Bride Video) થતી જોવા મળી હતી.

    આ પણ જુઓ, VIRAL VIDEO: પેડલ બોર્ડિંગ કરતા વ્યક્તિના ઊડી ગયા હોશ, ચૂપચાપ આવ્યો સમુદ્રી શાપ અને...

    વીડિયોમાં દુલ્હન ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. દુલ્હન નારાજગી વ્યક્ત કરે છે અને કહે છે- "વહી લગેગા, ઉસકો મેંને ઇતને દિન સે બોલા થા". બીજી તરફ નજીકમાં ઊભેલા સંબંધીઓ દુલ્હનની નારાજગી જોઈને ડીજેવાળાને તેની ફરમાઇશનું ગીત વગાડવા માટે કહે છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જે પણ તેને જોઈ રહ્યો છે, તે હસ્યા વગર રહી શકતા નથી.
    Published by:Mrunal Bhojak
    First published: