Home /News /national-international /'જો કરિશ્માની જાન લઈને આવીશ, તો સ્મશાન બનાવી દઈશ...', જ્યારે પ્રેમીએ વરરાજાના ઘરે પોસ્ટર ચોંટાડ્યું
'જો કરિશ્માની જાન લઈને આવીશ, તો સ્મશાન બનાવી દઈશ...', જ્યારે પ્રેમીએ વરરાજાના ઘરે પોસ્ટર ચોંટાડ્યું
પ્રેમીનો ધમકીભર્યો પત્ર
દુલ્હનના પ્રેમીએ ચોંટાડેલા પેમ્ફલેટમાં લખ્યું કે, કાન ખોલીને સાંભળી લે વરરાજા મોન્ટી સિંહ, કરિશ્મા મારી છે. જાન લઈને ન આવતા નહીં, બાકી બચશો નહીં. જાનને સ્મશાન બનાવી દઈશ, જે કોઈ જાનમાં આવ્યો હોય, તેને દાવત સાથે ગોળી મારાવવી હોય તો જાનમાં આવે.
ઉત્તર પ્રદેશ: ફિલ્મી દુનિયામાં તમે સની દેઓલની ફિલ્મ જીતનો ડાયલોગ તો સાંભળ્યો જ હશે, જેમાં સની દેઓલ કાજલને કહે છે કે, 'અગર ઇસ ચૌખટ પર બારાત આઈ તો, લાશે બિછા દુંગા, કાજલ તું મેરી હૈ'. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં પણ આવા જ એક પાગલ પ્રેમીએ વરરાજાના ઘરની બહાર એક પોસ્ટર ચોંટાડ્યું છે, જેમાં તેણે વરરાજાને ધમકી આપી છે.
પ્રેમિકાના પ્રેમીએ લગાવેલા પોસ્ટરમાં લખ્યું કે, વરરાજા મોન્ટી સિંહ ખુલ્લા કાનથી સાંભળી લેજે, કરિશ્મા મારી છે. જાન લઈને ન આવતા નહીં, બાકી બચશો નહીં. જાનને સ્મશાન બનાવી દઈશ, જે કોઈ જાનમાં આવ્યો હોય, તેને દાવત સાથે ગોળી મારાવવી હોય તો જાનમાં આવે. અત્યારે હું માત્ર એક નાનું ટ્રેલર આપી રહ્યો છું, બાકીની ફિલ્મ જાનમાં જોવા મળશે. આ પોસ્ટર લગાવવામાં આવતા વરરાજાના ઘર પર પેટ્રોલ બંબ પણ ફેંકવામાં આવ્યો અને આરોપી પ્રેમી ભાગી ગયો હતો.
ગભરાયેલા સંબંધીઓ પોલીસ પાસે પહોંચ્યા, જે બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ મામલો સિંભોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફરીદપુરનો છે, જેમાં 18 ફેબ્રુઆરીએ ગઢમુક્તેશ્વર તહસીલ વિસ્તારમાં મોન્ટી સિંહની જાન નીકળવાની છે. જાનમાં જતા પહેલા જ યુવતીનો પ્રેમી વરરાજાના ઘરે પહોંચી ગયો હતો અને ધમકીભર્યો પત્ર ચોંટાડી ગયો હતો.
હાલ પોલીસ આ અજાણ્યા શખ્સને શોધી રહી છે. આ મામલે હાપુરના એએસપી મુકેશ મિશ્રાનું કહેવું છે કે, મામલો ધ્યાન પર આવ્યો છે. કેસ નોંધવામાં આવ્યો છે અને અજાણ્યા વ્યક્તિની શોધ ચાલી રહી છે. પોલીસ સંપૂર્ણપણે વરરાજા અને તેના પરિવાર સાથે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર