વરરાજાના ગળામાં માળા પહેરાવતા સમયે ફાયરિંગ, દુલ્હનને વાગી ગોળી

વરરાજાના ગળામાં માળા પહેરાવતા સમયે ફાયરિંગ, દુલ્હનને વાગી ગોળી

વરમાળા સમયે એક વ્યક્તિ હાથમાં દેશી કટ્ટા લઇને ફાયરિંગ કરી રહ્યો હતો

 • Share this:
  સુપૌલ, બિહાર : લગ્ન સમારોહમાં (wedding ceremony)ફાયરિંગ કરવાની ઘણી ઘટના સામે આવે છે. ખુશીના પ્રસંગે ફાયરિંગ (harsh firing)કરવાનો આ રિવાજ ઘણી વખત લોકોના જીવને જોખમમાં મુકે છે. બિહારના સપૌલ જિલ્લામાં પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં લગ્નમાં ફાયરિંગ દરમિયાન દુલ્હન ઇજાગ્રસ્ત થઇ છે. ઘટના સપૌલના પ્રતાપગંજ સ્ટેશન વિસ્તારના ગોવિંદપુરની છે. જ્યાં વરમાળા દરમિયાન ગોળી દુલ્હનના પગમાં વાગી હતી. જોકે આ પછી પણ લગ્નની વિધિ પૂરી કરવામાં આવી હતી. આ પછી દુલ્હનને પડોશી જિલ્લાના સહરસા લઇ જવામાં આવી હતી.

  સહરસામાં એક ખાનગી ક્લિનિકમાં દુલ્હનની સારવાર ચાલી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે પગમાં ગોળી વાગવાથી દુલ્હન ઇજાગ્રસ્ત થઇ છે. જેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં તેના પગનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જેથી તેનો જીવ બચી શક્યો છે. લગ્ન સમારોહમાં દરમિયાન કરવામાં આવેલ ફાયરિંગ અને ઇજા થયેલી દુલ્હન વિશેની જાણકારી પોલીસને આપી નથી. જોકે આસપાસના વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

  આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે 57 મિનિટ ચાલી મુલાકાત, આખરે શું થઇ વાત?

  બતાવવામાં આવી રહ્યું છે કે પ્રતાપગંજના ગોવિંદપુરમાં સુપૌલના કિસનપુર ખાપ ગામમાં જાન આવી હતી. વર પક્ષ દિલીપ યાદવના લગ્નમાં સામેલ બધા લોકો મંડપ પાસે હતા. આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે વરમાળા સમયે એક વ્યક્તિ હાથમાં દેશી કટ્ટા લઇને ફાયરિંગ કરી રહ્યો હતો. જ્યારે વરરાજા પોતાની દુલ્હનના ગળામાં વરમાળા પહેરાવી રહ્યા હતા તે દરમિયાન ફાયરિંગ થઇ અને દુલ્હન એકદમ નીચે બેસી ગઈ હતી. જેનાથી અફરાતરફથી મચી ગઈ હતી. લોકોને પછી જાણ થઇ કે દુલ્હનના પગમાં ગોળી વાગી છે.
  Published by:Ashish Goyal
  First published: