Home /News /national-international /

Viral Video: વરમાળાની વિધિમાં દુલ્હને બતાવ્યો Matrix move, જોઇને વર પણ ચોંકી ગયો

Viral Video: વરમાળાની વિધિમાં દુલ્હને બતાવ્યો Matrix move, જોઇને વર પણ ચોંકી ગયો

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

Wedding viral video: વીડિયોમાં જ્યારે વર-કન્યાને વરમાળા પહેરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કન્યા મસ્તી કરતી નજરે આવે છે.

Viral video: આજકાલ દેશમાં લગ્નની સિઝન (Marriage Season) ફરી શરૂ થઇ ચૂકી છે. જેથી સોશ્યલ મીડિયા (Social Media) પર પણ એકથી એક સુંદર અને અચંબિત કરતા વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યા છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વિડીયોમાં દુલ્હન તેના મેટ્રિક મૂવથી (Bride's Matrix Moves) સૌને ચોંકાવી દે છે. તેની ફ્લેક્સિબિલિટીની ઇન્ટરનેટ પર ખૂબ વાહવાહી થઇ રહી છે. આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો અને ત્યાર બાદ અનેક લોકો વિડીયો શેર કરી રહ્યા છે.

વરમાળાની વિધિ દરમિયાન દુલ્હન મસ્તી કરતી નજરે આવે છે અને તે પાછળની તરફ પોતાની કમરને સંપૂર્ણ બેન્ડ કરી દે છે. જે જોઇને ઇન્ટરનેટ પર લોકો તેને ‘મેટ્રિક્સ વાલી દુલ્હન’ કહી રહ્યા છે. જે હોલીવુડ કલ્ટ એક્શન ફ્રેન્ચાઇઝ ધ મેટ્રિક્સનો સીન છે, જેમાં કીનુ રીવ્સ કેટલાક અચંબિત કરનારા સ્ટંટ કરે છે.

ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા લગ્નની વરમાળા વિધિના એક વિડીયોએ નેટીઝન્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વીડિયોમાં જ્યારે વર-કન્યાને વરમાળા પહેરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે કન્યા મસ્તી કરતી નજરે આવે છે. તે વરને માળા ન પહેરાવવા દેવા માટે પાછળની તરફ પોતાની કમરને બેન્ડ કરી દે છે. આ જોઇને વર પણ ચોંકી જાય છે.

આ પણ વાંચો- Viral Video: લ્યો બોલો! હવે માર્કેટમાં આવી ગયા કોરોના વડા, ટ્વિટર પર વીડિયો થયો વાયરલ

મોટા ભાગે વર-કન્યા પક્ષના લોકો આ વિધિને થોડી મુશ્કેલ બનાવવા વર અને કન્યાને ઉપર ઊંચકી લે છે.




જોકે, આ વિડીયોમાં દુલ્હન એટલી હદે પાછની તરફ નમતી દેખાઇ હતી કે, નેટિઝન્સને ફિલ્મ ધ મેટ્રિક્સનો સીન યાદ આવી ગયો, જેમાં કીનુ રીવ્સ (નિયો) આવી જ રીતે તેની સામે આવતી બુલેટથી બચવા મૂવ્સ બતાવે છે. બીજી તરફ વર વરમાળા પહેરાવવા માટે પ્રયાસ કરે છે અને કન્યાની મસ્તી પર હસતો નજરે આવી રહ્યો છે.


અન્ય એક વીડિયો

વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે અને લોકો દુલ્હનને મેટ્રિક્સ વાલી દુલ્હન કહી રહ્યા છે, તો અમુક યુઝર્સ દુલ્હનની યોગા સ્કીલના વખાણ કરી રહ્યા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં એક મિલિયનથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને વિવિધ સોશ્યલ મીડિયો પ્લેટફોર્મ પર લોકો ખૂબ શેર કરી રહ્યા છે.
First published:

Tags: OMG, Viral videos, Wedding

આગામી સમાચાર