લગ્નનનાં પાંચ જ કલાકમાં દુલ્હનનું નિધન, ડોલીના બદલે અર્થી ઉઠી, પતિએ આપ્યો મુખાગ્નિ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

કોરોનાને કારણે હવેલી ખડગપુર પ્રખંડના મહકોલા ગામના સુરેશ યાદવ પોતાના પુત્ર રવીશની જાન જોડીને લગ્ન માટે પહોંચ્યા હતા.

  • Share this:
    અરુણ શર્મા, મુંગેર: બિહાર (Bihar)ના મુંગેરમાં હૃદયને હચમચાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. અહીં લગ્ન (Marriage)ના ફક્ત પાંચ જ કલાકમાં દુલ્હન (Bride)નું નિધન થયું હતું. જે બાદમાં પતિ સ્મશાન ઘાટ પહોંચ્યો હતો અને તેની પત્નીને મુખાગ્નિ આપી હતી. આ બનાવ આઠમી મેના રોજ બન્યો હતો. નિશા (Bride Nisha) નામની યુવતીના લગ્ન મહકોલા ગામના રવીશ સાથે થયા હતા. લગ્નના સાત ફેરા લીધા બાદ દુલ્હનની તબિયત લથડી હતી. ડૉક્ટરના લાખ પ્રયાસ છતાં દુલ્હનને બચાવી શકાઈ ન હતી. તેણીને સારવાર માટે ભાગલપુરની ખાનગી હૉસ્પિટલ (Private hospital)માં જઈ જવામાં આવી હતી.

    સુહાગન નિશાનો મૃતદેહ ગામ ખાતે પહોંચતા જ ગામમાં હાહાકાર મચી ગયો હતો. ખુદિયા ગામ ખાતે લગ્નના પાંચ જ કલાકમાં દુલ્હનના નિધનથી આખા ક્ષેત્રમાં હાહાકાર મચી ગયો હતો. ગામમાં જાણે કે સન્નાટો થઈ ગયો હતો. બનાવને પગલે આખા ગામના લોકોની આંખો છલકાઈ ગઈ હતી. અફઝલનગર પંચાયતના ખુદિયા ગામના રંજન યાદવ ઉર્ફે રંજયની દીકરી નિશા કુમારીના લગ્નને લઈને પરિવારના સભ્યો ખૂબ ઉત્સાહમાં હતા.

    આ પણ વાંચો: કોરોના વેક્સીન સેન્ટર શોધવામાં તમને આ પાંચ પ્લેટફોર્મ કરશે મદદ

    ફેરા લીધા બાદ તબિયત લથડી

    કોરોનાને કારણે હવેલી ખડગપુર પ્રખંડના મહકોલા ગામના સુરેશ યાદવ પોતાના પુત્ર રવીશની જાન જોડીને લગ્ન માટે પહોંચ્યા હતા. લગ્નના સાત ફેરા લીધા બાદ દુલ્હનની તબિયત બગડી હતી. જે બાદમાં યુવતીને તાત્કાલિક તારાપુર સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. અહીં દુલ્હનની સ્થિતિ વધારે ગંભીર લાગતા તેને ભાગલપુર રિફર કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: સાબરકાંઠા: અકસ્માત બાદ ડીઝલ ભરેલા ટેન્કરમાં પંક્ચર થયું અને લોકોને મજા પડી, ડીઝલ લેવા લાઈનો લાગી

    આખું ગામ રડી ગયું

    ભાગલપુરની ખાનગી હૉસ્પિટલમાં નિશાએ દમ તોડી દીધો હતો. લગ્નના પાંચ કલાકમાં જ દુલ્હનના નિધનથી આખું ગામ રડી પડ્યું હતું. જીવન સાથી સાથે સાત ફેરા ફરીને સંસાર શરૂ કરવા જઈ રહેલી દુલ્હનનું લગ્નનાં પાંચ જ કલાકમાં નિધન થતાં આખું ગામ હતપ્રભ બની ગયું હતું. દુલ્હન નીશા સાથે સાત ફેરા લઈને નવું જીવન શરૂ કરવના સપના જોનારા રવીશે તેની પત્નીને મુખાગ્નિ આપ્યો હતો. દુલ્હનના મૃતદેહને દુલ્હાના ઘરને બદલે સીધો સ્મશાન ઘાટ ખાતે લઈ જવો પડ્યો હતો.

    આ પણ વાંચો: મહિલાનો દાવો- એલિયન્સ 50 વખત અપહરણ કરી ગયા, શરીર પર બનાવે છે ખાસ નિશાન

    થોડા કલાક પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલા રવીશે સામાજિક અને પારિવારિક જવાબદારી ઉઠાવતા પોતાની પત્ની નિશાને મુખાગ્નિ આપ્યો હતો. સુલ્તાનગંજ સ્થિત સ્મશાનઘાટ ખાતે હાજર તમામ લોકો આ ઘટના જોઈને દુઃખી હતા.
    Published by:Vinod Zankhaliya
    First published: