Home /News /national-international /BRICS Summit 2021: PM મોદીએ બ્રિક્સની પ્રશંસા કરી, કહ્યું- આપણે આતંક વિરોધી એક્શન પ્લાન અપનાવ્યો

BRICS Summit 2021: PM મોદીએ બ્રિક્સની પ્રશંસા કરી, કહ્યું- આપણે આતંક વિરોધી એક્શન પ્લાન અપનાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ બીજી વખત બ્રિક્સ શિખર સંમેલનની (BRICS Summit)અધ્યક્ષતા કરી હતી

BRICS Summit 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)બીજી વખત બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી

નવી દિલ્હી : 2021માં પાંચ દેશના સમૂહ બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ચીન, ભારત અને દક્ષિણ આફ્રિકા)ના 13માં વાર્ષિક શિખર સંમેલનની (BRICS Summit 2021) અધ્યક્ષતા ભારતે કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)બીજી વખત બ્રિક્સ શિખર સંમેલનની (BRICS Summit)અધ્યક્ષતા કરી હતી. પીએમ મોદીએ બેઠકમાં કહ્યું કે હાલમાં જ પ્રથમ બ્રિક્સ ડિજિટલ હેલ્થ સંમેલનનું આયોજન થયું હતું. ટેકનિકની મદદથી હેલ્થ એક્સેસ વધારવા માટે આ એક ઇનોવેટિવ પગલું છે. નવેમ્બરમાં આપણા જલ સંશાધન મંત્રી બ્રિક્સ ફોર્મેટમાં પ્રથમ વખત મળશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે એ પ્રથમ વખત બન્યું છે કે બ્રિક્સે મલ્ટીલૈટરલ સિસ્ટમની મજબૂતી અને સુધાર પર એક સંયુક્ત સ્ટેન્ડ લીધો છે. આપણે બિક્સ ‘Counter Terrorism Action Plan’ એટલે આતંકવિરોધી એક્શન પ્લાન પણ એડોપ્ટ કર્યો છે. છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે ઘણી સિદ્ધિઓ મેળવી છે.

આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે બ્રિક્સ આગામી 15 વર્ષોમાં વધારે પરિણામદાયી થાય

પીએમે કહ્યું હતું કે આજે આપણે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે એક પ્રભાવકારી આવાજ છીએ. વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ મંચ ઉપયોગી રહ્યો છે. આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે બ્રિક્સ આગામી 15 વર્ષોમાં વધારે પરિણામદાયી થાય.

આ પણ વાંચો - PM KISAN Nidhi : 2 હેકટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો પીએમ કિસાન યોજનાના 9 માં હપ્તાના હકદાર છે? જાણો ડિટેલ્સ

પડોશી દેશો માટે ખતરો ના બને અફઘાનિસ્તાન- પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને (Vladimir Putin)અફઘાનિસ્તાનના મુદ્દા પર વાતચીત કરી હતી. પુતિને કહ્યું કે અફઘાનિસ્તાને પોતાના પડોશી દેશો માટે ખતરો બનવો જોઈએ નહીં. પડોશી દેશો માટે આતંકવાદ, ડ્રગ્સ તસ્કરી જેવા ખતરા અફઘાનિસ્તાને ઉત્પન કરવા જોઈએ નહીં. અમેરિકી સેના અને તેમના સહયોગી દેશોની સેનાની વાપસી પછી અફઘાનિસ્તાન એક નવી ત્રાસદીમાં ફસાયું છે. હજુ એ સ્પષ્ટ નથી કે દુનિયા અને ક્ષેત્રની સુરક્ષાને કેવી રીતે પ્રભાવિત કરશે. આપણે બધા દેશોએ આ મુદ્દા પર વિશેષ રુપથી ધ્યાન આપ્યું છે.
" isDesktop="true" id="1131575" >

બેઠકમાં ઉપસ્થિત રહ્યા આ નેતા

આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાઇર બોલસોનારો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહ્યા હતા.
First published:

Tags: Brics summit, Brics summit 2021, નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો