Home /News /national-international /

માતૃત્વ અને સ્તનપાન એ જ "ગૃહ શોભા"

માતૃત્વ અને સ્તનપાન એ જ "ગૃહ શોભા"

આ બે તસવીરોએ જગાવી છે ચર્ચા

મજેદાર વાત એ છે કે, આ કવરની મોડેલ ગીલુ કહે છે, "હું તો કુંવારી છું અને માતા પણ નથી, છતાં મને આ ઉમદા વિચાર માટે મોડેલીંગ કરવાનું ખુબ જ  ગમ્યું."

  સંજય કચોટ, અમદાવાદ :

  1 માર્ચ, 2018ના "ગૃહલક્ષ્મી" (મલયાલમ) સામાયિકની આવૃત્તિના કવર પૃષ્ઠ ઉપર એક માતા તેના બાળકને 'સ્તનપાન' કરવાતી હોવાની તસવીર પ્રકાશિત થઇ છે. થોડા દિવસો પૂર્વે જાણીતી શાસ્ત્રીય ગાયિકા અને પંડિત રવિશંકરની દીકરી અનુષ્કા શંકરે પણ પોતાના પુત્ર મોહનને 'સ્તનપાન' કરાવતી એક તસવીર 'ઇન્સ્ટાગ્રામ' પર શેર કરી હતી. જો કે તે સમયે કોઈ એટલી ચહલ-પહલ કે ચર્ચા નહોતી જોવા મળી જેટલી "ગૃહલક્ષ્મી"ના આ મુખપૃષ્ઠની તસવીરને લઈને સોશ્યિલ મીડિયામાં ચર્ચા જાગી છે!

  આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ માતા દ્વારા જાહેરમાં તેના બાળકને 'સ્તનપાન' કરવાની બાબતને  સંકોચ, શરમ,  ડર કે નિષેધ સાથે સરખાવવામાં આવે છે. પરંતુ રાજ્યના સૌથી પ્રગતિશીલ ગણાતા રાજ્ય કેરળમાં આ પ્રકારની માનસિકતા નથી તે ખરેખર સરાહનીય બાબત છે. આ સામાયિકના મુખપૃષ્ઠની તસવીરને સોશ્યિલ મીડિયા ઉપર હકારાત્મક આવકાર પ્રાપ્ત થઇ રહ્યો છે અને મહિલાઓ દ્વારા જાહેરમાં 'સ્તનપાન' કરાવવાના હકને લઈને કેરળના સ્ત્રી-પુરુષોમાં 'આવકારદાયક પગલું' ગણાવતા ખાસ્સી ચર્ચા જાગી છે.

  આ સામાયિકના કવરપેજ પરની હેડ લાઇન્સમાં લખ્યું છે : "મધર્સ ટેલ કેરળ, 'પ્લીઝ ડોન્ટ સ્ટેર, વી નીડ ટુ બ્રેસ્ટફીડ" (માતાઓ કેરળને કહો, 'વિસ્ફરિત આંખે ન  જુએ,  સ્તનપાન કરાવવું જરૂરી છે". આ શીર્ષક એવા તમામ સ્ત્રી-પુરુષો માટે ખુલ્લો સંદેશ છે, જે જાહેરમાં સ્તનપાન કરવાતી સ્ત્રીને જોઈને આંખોના ભવાં ચડાવે છે!

  આ સામાયિકની તસવીરને જોનારાઓ બંને રીતે જોઈ રહ્યા છે. એક વર્ગ આ કવરને સસ્તી અને હલકી સનસનાટી ગણે છે. આ વર્ગ માને છે કે, સ્તનપાન એ સેક્સની જેમ જ એક ખાનગી ક્રિયા છે અને એને જાહેરમાં કરવાથી સ્ત્રી 'ઓબ્જેક્ટ' બની જાય છે. આ સામાયિક દ્વારા પણ સ્ત્રીને ઓબ્જેક્ટ તરીકે નિરૂપવામાં આવી છે.બીજો વર્ગ કહે છે કે, જો માતૃત્વ દિવ્ય ગણાતું હોય તો સ્તનપાન કેમ નહીં? સ્તનપાન કરાવતી માતાને ધારી ધારીને જોતા લોકોએ માતાએ એ જ રીતે જોવી જોઈએ જે પ્રમાણે તમે આ સામાયિકની મોડેલને જોઈ રહ્યા છો.

  મજેદાર વાત એ છે કે, આ કવરની મોડેલ ગીલુ કહે છે, "હું તો કુંવારી છું અને માતા પણ નથી, છતાં મને આ ઉમદા વિચાર માટે મોડેલીંગ કરવાનું ખુબ જ  ગમ્યું." આ અગાઉ 'ઇન્સ્ટાગ્રામ' ઉપર પોતાના ત્રણ વર્ષના બીજા પુત્ર મોહનને સ્તનપાન કરાવતી એક તસવીર અનુષ્કા શંકરે મૂકી હતી. તેણે લખ્યું હતું કે, "મારા પુત્ર તરીકે મારી અંદર રહેલા આ માનવ આત્માના વિકાસની ગાથાને, તે જ્યારથી જન્મ્યો તત્ક્ષણથી તેના સાક્ષી બનવાની આ પળ છે. હું આમ કરીને મારા બાળકોમાં અનંતપ્રેમના સ્ત્રોતનું આરોપણ કરી રહી છું. મારા શરીરમાં આ જે ચમત્કાર થયો છે તે ગૌરવપૂર્ણ છે, તેણે મને પૂર્ણ બનાવી છે. જયારે-જયારે હું મારા પુત્રને 'હેપી બર્થ-ડે કહું છું, ત્યારે મારામાં શાંતિ, ગૌરવ અને કૃતજ્ઞતાની લાગણી જન્મે છે."

  ખેર, અનુષ્કા તો બ્રિટિશ નાગરિક છે એમ કહીને તેને કદાચ સૌ સ્વીકૃતિ આપી દે. પરંતુ, 'જાહેરમાં સ્તનપાન" કરાવવાની વાતને સ્ત્રીઓના હકક તરીકે આલેખીને આ સામાયિક દ્વારા "કાબિલે દાદ" કદમ ઉઠાવવામાં આવ્યું  છે, એ તો નિઃશંકપણે માનવું પડે!

  નોંધઃ આ બંને તસવીર અનુક્રમે ટ્વિટર અને ફેસબુક પરથી લેવામાં આવી છે
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Anoushka Shankar, Breast feed, Magazine Gruhsobha, Model breastfeed pose, મોડેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन