પાકિસ્તાન દેશના લોકોને નથી સંભાળી શકતુ, તે કાશ્મીરને શું સંભાળી શકશે?: આફ્રિદી

આફ્રિદી પોતાના દેશની સરકારને દર્પણ દેખાડતો જોવા મળી રહ્યો છે. વીડિયો લંડનના એક કાર્યક્રમનો બતાવવામાં આવી રહ્યો છે.

આફ્રિદી પોતાના દેશની સરકારને દર્પણ દેખાડતો જોવા મળી રહ્યો છે. વીડિયો લંડનના એક કાર્યક્રમનો બતાવવામાં આવી રહ્યો છે.

 • Share this:
  પોતાના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતો પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી ફરી ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં શાહિદ આફ્રિદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના દેશની સરકારને દર્પણ દેખાડતો જોવા મળી રહ્યો છે. વીડિયો લંડનના એક કાર્યક્રમનો બતાવવામાં આવી રહ્યો છે.

  આમાં પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર કહેતો સંભળાઈ રહ્યો છે કે, પાકિસ્તાનથી પોતાના દેશના લોકો સંભાળી નથી શકાતા, તે શું કાશ્મીર સંભાળી શકશે? વીડિયોમાં આફ્રિદી માણસાઈની વાત કરી રહ્યો છે.

  વીડિયોમાં શાહિદ આફ્રિદી કહી રહ્યો છે કે, કાશ્મીરને અલગ દેશ બનાવી દેવો જોઈએ. કાશ્મીર ના તો ભારતને મળવું જોઈએ અને ના પાકિસ્તાનને. કાશ્મીર જો અલગ દેશ બની જાય તો કમ સે કમ માણસાઈ તો જીવતી રહેશે. જે લોકો નિર્દોષ રીતે મરી રહ્યા છે તેમાં તો ઘટાડો થશે.

  કાર્યક્રમમાં આપ્રિદીએ સલાહ આપી કે, કાશ્મીરને અલગ દેશ બનાવીને ત્યાં શાંતી લાવવાનો પ્રયોસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, માણસાઈ મોટી વસ્તુ છે. કાશ્મીરમાં જે લોકો મરી રહ્યા છે, તે લોકો કોઈ પણ ધર્મના કેમ ન હોય તકલીફ થાય છે.

  ઉલ્લેખનીય છે કે, પૂર્વ પાકકિસ્તાની ઓલરાઉન્ડર આ પહેલા પણ કાશ્મીર પર નિવેદન આપી ચુક્યો છે. પોતાના નિવેદનોમાં તે હંમેશા બારતની ટીકા કરતો હોય છે. તે કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ પ્રત્યે હમદર્દી પણ બતાવી ચુક્યો છે, પરંતુ તેનો આ વખતે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે પાકિસ્તાનની અસલી ચહેરો લોકોને બતાવતો છે.
  Published by:kiran mehta
  First published: