1984 રમખાણોઃ યશપાલ સિંહને ફાંસી અને નરેશને ઉંમર કેદ

પ્રતિકાત્મક તસવીર

નિર્ણય સંભળાવતા સમયે જજ પાંડેએ કહ્યું કે, ફરિયાદી પક્ષે સફળતાપૂર્વક હત્યાના આરોપને સાબિત કર્યા છે.

 • Share this:
  1984માં થયેલા શીખ વિરોધી રમખાણ સાથે જોડાયેલા એક મામલામાં પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે યશપાલ સિંહને સજા-એ-મોત અને નરેશ સેહરાવતને ઉંમરકેદની સજા સંભળાવી છે. કોર્ટે બંને દોષીઓ પર 35-35 લાખનો દંડ પણ ફટકાર્યો છે. 1984ના શીખ રમખાણમાં સજા-એ-મોતનો આ મામલો છે. એડિશનલ સેશન્સ જજ એજય પાંડેએ આ નિર્ણય સંભળાવ્યો.

  રમખાણ દરમ્યાન બે શિખ, અવતાર સિંહ અને હરદેવ સિંહના ઘર સળગાવવા અને હત્યાના મામલામાં 14 નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે બંનેને દોષી જાહેર કર્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખી બંનેનો નિર્ણય તિહાડ જેલમાં સંભળાવવામાં આવ્યો છે. 14 નવેમ્બરે કોર્ટે યસપાલ સિંહ અને નરેશ સહરાવતને દોષી જાહેર કર્યા હતા. આ બંનેને હરદેવ સિંહ અને અવતાર સિંહની હત્યાના ગેનેગાર માનવામાં આવ્યા છે. વ સિંહના ભાઈ સંતોખ સિંહે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

  નિર્ણય સંભળાવતા સમયે જજ પાંડેએ કહ્યું કે, ફરિયાદી પક્ષે સફળતાપૂર્વક હત્યાના આરોપને સાબિત કર્યા છે. તેમણે કહ્યું કે, ગેરકાયદે ભેગા થવાનો ઈરાદો શિખ સમુદાયના લોકોને મારવાનો હતો. આ તે સમયે લગાવવામાં આવેલા નારાથી સ્પષ્ટ ખબર પડે છે.  શું હતો મામલો
  એક નવેમ્બર 1984ના રોજ હરદેવ સિંહ, કુલદીપ સિંહ અને સંગત સિંહ મહિપાલપુરમાં પોતાની કરિયાણાની દુકાન પર હતા. તે સમયે જ 800થી 1000 લોકોની હિંસક ભીડ તેમની દુકાન તરફ આવી. ભીડમાં સામેલ લોકોના હાથોમાં લોખંડના સળીયા, લાકડીઓ, હોકી સ્ટિક, પથ્થર, કેરોસીન તેલ હતું. યે હરદેવ, કુલદીપ અને સંગતે દુકાન બંધ કરી દીધી અને તે લોકો સુરજીત સિંહ નામના વ્યક્તિના ભાડાના ઘર તરફ ભાગ્યા. થોડા સમય બાદ અવતાર સિંહે પણ ત્યાં શરણ લીધી. તેમણે અંદરથી રૂમ બંધ કરી દીધો.

  દુકાનો સળગાવ્યા બાદ ભીડે સુરજીતના રૂમને નિશાના પર લીધો. તેમણે તમામ લોકોને ખુબ માર્યા. તેમણે હરદેવ અને સંગતને ચપ્પાના ખુબ ઘા માર્યા અને તમામ લોકોને બાલકનીમાંથી નીચે ફેંકી દીધા.

  આરોપીઓએ રૂમને કેરોસીન નાખી સળગાવી દીધી. ઘાયલોને બાદમાં સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા, જ્યાં અવતાર સિંહ અને હરદેવ સિંહના મોત થયા હતા.
  Published by:kiran mehta
  First published: