બેંગ્લોર: એરોસ્પેસ લેબમાં હાઈડ્રોજન બ્લાસ્ટ, એક વૈજ્ઞાનિકનું મોત, 3 ઘાયલ

News18 Gujarati
Updated: December 5, 2018, 8:53 PM IST
બેંગ્લોર: એરોસ્પેસ લેબમાં હાઈડ્રોજન બ્લાસ્ટ, એક વૈજ્ઞાનિકનું મોત, 3 ઘાયલ
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

  • Share this:
બેંગ્લોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સના એરોસ્પેસ લેબમાં હાઈડ્રોજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. બેંગ્લોરની સદાશિવનગર પોલીસે જણાવ્યું કે, આ ઘટનામાં એક વૈજ્ઞાનિકનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પોલીસને મળેલી જાણકારી અનુસાર, મુૃતક વૈજ્ઞાનિકનું નામ મનોજ કુમાર છે. જ્યારે ઘાયલોના નામ કાર્તિક, નરેશ કુમાર અને અદુલ્યા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

બ્લાસ્ટનું કારણ હજુ નથી શોધી શકાયું. ફોરેન્સિક વિશેષજ્ઞ ઘટનાના વાસ્તવિક કારણોની શોધ કરી રહ્યા છે.

રમૈયા મેમોરિયલ હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, ઈજાગ્રસ્ત અતુલ્ય, નરેશ અને કાર્તિક ત્રણેના ચહેરા, ખભા અને પેટ પર ઈજા પહોંચી છે. નરેશના જમણા હાથ અને પગમાં ફ્રેક્ચર પણ છે. જ્યારે કાર્તિકના ચહેરા પાસે દાંતોની ચાંમડી ખરાબ રીતે સળગી ગઈ છે.

ત્રણે પેશન્ટની હાલત ગણી ગંભીર છે, જેમની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ચારે લોકો બેંગ્લોરના કેસુપરવેયર ટેક્નોલોજી પ્રા. લિ. સાથે સંબંધ રાખે છે. ત્રણે ઘાયલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે. સ્ટાર્ટ-અપ કંપની સુપરવેયરની આઈઆઈએસસી સાથે એક કરાર હતો.જેથી અહીં આ સ્ટુડન્ટો ટ્રેનિંગ લેવા માટે ગયા હતા.
First published: December 5, 2018
વધુ વાંચો
अगली ख़बर