Home /News /national-international /

જમ્મુ-કાશ્મીર: PDPએ સરકાર બનાવાવનો કર્યો દાવો, રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

જમ્મુ-કાશ્મીર: PDPએ સરકાર બનાવાવનો કર્યો દાવો, રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

મહેબુબા મુફ્તી (ફાઈલ ફોટો)

રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરે રાજ્યપાલ  સાશનની 6 મહિનાની મર્યાદા પૂરી થઈ રહી છે અને તેને હવે વધારી શકાય નહી

    PDPએ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવાવનો દાવો રજૂ કરી દીધો છે. પીડીપીએ રાજ્યપાલ ઓફિસમાં ફેક્સ મોકલ્યો છે. આ ફેક્સમાં 56 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે. રાજ્યમાં સરકાર બનાવવાની બીજેપીની કોશિસને મોટો ઝટકો આપ્યો છે. પીડીપી અને કોંગ્રેસે ભેગા થઈ સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઉમર અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે આ મહાગઠબંધનને બહારથી સમર્થન આપ્યું છે.

    આ પહેલા સમાચાર મળ્યા હતા કે, પીડીપી નેતા અલ્તાફ બુખારીને મુખ્યમંત્રી બનાવાવમાં આવી શકે છે.

    જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારના ગઠનને લઈ મહેબુબા મુફ્તીની પીપુલ્સ ડેમોક્રેટિવ પાર્ટી (પીડીપી), ઉમર અબ્દુલ્લાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ સાથે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, રાજ્યના રાજકારણમાં કટ્ટર વિરોધી માનવામાં આવતા એનસી અને પીડીપીએ બીજેપીને સત્તાથી દુર રાખવા સાથે આવવાનો નિર્ણય લીધો છે.

    પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 55 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે. નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ જણાવ્યું કે, તે ગઠબંધન સરકારમાં ભાગીદાર નહી બને, પરંતુ તેમને બહારથી સમર્થન આપવામાં કોઈ પરેશાની નથી.

    રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરે રાજ્યપાલ  સાશનની 6 મહિનાની મર્યાદા પૂરી થઈ રહી છે અને તેને હવે વધારી શકાય નહી. રાજ્યપાલ સત્યપાલ મલિકે 87 સભ્યોની વિધાનસભાને ભંગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એવામાં 19 ડિસેમ્બર સુધીમાં જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે સહમત ન થઈ હોત તો, રાજ્યમાં રાષ્ટ્રપતિ સાશન લાવવામાં આવી શકે છે.

    તમને જણાવી દઈએ કે, પીડીપી-બીજેપી ગઠબંધનમાંથી આ વર્ષે 16 જૂને બીજેપી અલગ થઈ ગઈ છે. ત્યારથી અહીં રાજ્યપાલ સાશન છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Breaking News, Claim, Jammu Kashmir, PDP, સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन